હિંમતનગરમાં 'રાઈડ ફોર મધર નેચર' સાયકલ રાઈડ યોજાઈ:પોલીસ અધિકારીઓ અને કર્મીઓ પણ જોડાયા
હિંમતનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સાબરકાંઠા પોલીસ અને હિંમતનગર એડવેન્ચર કમ્યુનિટી દ્વારા 'રાઈડ ફોર મધર નેચર' હેઠળ સાયકલ રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાઈડમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા હતા. આ સાયકલ રાઈડનો મુખ્ય હેતુ શહેરીજનોમાં સાયકલના ઉપયોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. સાયકલિંગ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવા ઉપરાંત પર્યાવરણની જાળવણીમાં પણ મદદરૂપ થાય છે. રાઈડનું ફ્લેગ ઓફ હિંમતનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હેડક્વાર્ટર DYSP પાયલ સોમેશ્વરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ રાઈડ શહેરના મોતીપુરાથી ખેડ તસિયા રોડ, મહાવીરનગર ચાર રસ્તા, રેલવે ઓવરબ્રિજ, ટાવર ચોક અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન થઈને પરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ પહોંચી હતી, જે કુલ 6 કિલોમીટરની હતી. આ રાઈડમાં જોડાયેલા હિંમતનગર ટુ ગેધર ક્લબના સાયકલ રાઈડરોએ મોતીપુરાથી સીધા સલાલ ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્ક સુધી 15 કિલોમીટરની રાઈડ કરી હતી. ત્યાંથી પરત હિંમતનગર આવીને તેમણે કુલ 30 કિલોમીટરની રાઈડ પૂર્ણ કરી હતી. આ 'રાઈડ ફોર મધર નેચર' સાયકલ રાઈડમાં ઈડર DYSP સ્મિત ગોહિલ, LCB PI ડી.સી. સાકરીયા, SOG IC PI કેયુર ચૌધરી, હિંમતનગર એ ડિવિઝન, બી ડિવિઝન, LCB, SOG PSI, તેમજ એડવેન્ચર કમ્યુનિટી અને ટુ ગેધર ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →