હિંમતનગર રેડક્રોસને 6 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મળ્યા:પૂર્વ ઉપપ્રમુખની સ્મૃતિમાં પરિવારે દાન કર્યા
હિંમતનગર સ્થિત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીને મોહનલાલ મૂળચંદ શાહના પરિવાર દ્વારા 6 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનનું દાન કરવામાં આવ્યું છે. પૂર્વ ઉપપ્રમુખ મોહનલાલ શાહની સ્મૃતિમાં તેમના ધર્મપત્ની શકુંતલાબેન શાહ, પુત્ર કપુરભાઈ શાહ અને મૂળચંદ શાહ પરિવારે આ મશીનો અર્પણ કર્યા. સંસ્થાના ચેરમેન ડૉ. ભુપેન્દ્રભાઈ શાહે જણાવ્યું કે, આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનો ગરીબ દર્દીઓ અને જેમને સતત ઓક્સિજનની જરૂરિયાત હોય તેવા લોકો માટે અત્યંત ઉપયોગી થશે. ડૉ. ભુપેન્દ્રભાઈ શાહે મોહનલાલ શાહના યોગદાનને યાદ કરતા કહ્યું કે, તેમણે સંસ્થાના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. બ્લડ બેન્ક, પેથોલોજી લેબોરેટરી અને ડેન્ટલ ક્લિનિક જેવા વિભાગોમાં તેમના દ્વારા દાનનો પ્રવાહ મળતો રહ્યો છે. સંસ્થાએ આ દાન બદલ પરિવારનો આભાર વ્યક્ત કર્યો. આ પ્રસંગે વાઈઝ ચેરમેન વી.એ. ગોપલાણી, સતિષભાઈ શાહ, વિપુલભાઈ સાંખલા, હરેશભાઈ વ્યાસ, સર્જનસિંહ જેતાવત સહિત સંસ્થાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
Read Original Article →