હિંમતનગર: 15થી વધુ ફીડરો આવતીકાલે સવારે બંધ રહેશે:સબસ્ટેશનમાં સમારકામ, 23 વિસ્તાર અને 5 ગામમાં વીજ પુરવઠો ખોરવાશે

Gujarat5/22/2026, 4:09:50 AM
હિંમતનગર: 15થી વધુ ફીડરો આવતીકાલે સવારે બંધ રહેશે:સબસ્ટેશનમાં સમારકામ, 23 વિસ્તાર અને 5 ગામમાં વીજ પુરવઠો ખોરવાશે
હિંમતનગરમાં આવતીકાલે શનિવારે સવારે 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. UGVCL દ્વારા હિંમતનગર-1 સબસ્ટેશનમાં જરૂરી સમારકામના કારણે 15 થી વધુ ફીડરોનો વીજ પુરવઠો ખોરવાશે, જેનાથી 23 થી વધુ વિસ્તારો અને આસપાસના પાંચ ગામો પ્રભાવિત થશે. UGVCLના જણાવ્યા અનુસાર, હિંમતનગર-1 સબસ્ટેશનમાંથી નીકળતા નિકુંજ, ગોકુલનગર, ગાયત્રી, મોતીપુરા, અલકાપુરી, મહાવીરનગર, એસ્ટ્રોન, હાજીપુરા, હિંમતનગર, દુર્ગા, રાજતિરથ, મહાકાલી, અતિથિ, મેડિકલ અને હાપા સહિતના ફીડરોનો પાવર સપ્લાય આવતીકાલે સવારે 07:00 થી બપોરે 14:00 કલાક સુધી બંધ રહેશે. આ વીજકાપને કારણે હિંમતનગર શહેરના સહકારી જીન રોડ, ખેડતસિયા રોડ, સ્ટેશન રોડ, નેશનલ હાઈવે, ઈડર સ્ટેટ હાઈવે, જુનાબજાર, નવાબજાર, હિંમતનગર GIDC, ગાયત્રી મંદિર રોડ, દોલત વિલાસ પેલેસ રોડ, હિંમતનગર બાયપાસ રોડ, હાજીપુરા, પોલોગ્રાઉન્ડ મદીના મસ્જિદ રોડ, વહોરવાડ, મદ્રેસા સ્કૂલ વિસ્તાર, મેમણ કોલોની, જુની સિવિલ હોસ્પિટલ, છાપરિયા પોલિટિકલ કોલેજ રોડ, મહાકાલી મંદિર રોડ, નવી જિલ્લા પંચાયત અને હડિયોલ રોડના આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. આ ઉપરાંત, હાપા, કાટવાડ, તાજપુરી, પોલાજપુર અને કુડોલ ગામોમાં પણ વીજ પુરવઠો ખોરવાશે. UGVCL દ્વારા જણાવાયું છે કે સમારકામ પૂર્ણ થયા બાદ કોઈ પૂર્વ સૂચના વિના વીજ પુરવઠો ફરીથી ચાલુ કરવામાં આવશે.
Read Original Article →