સાબરકાંઠા LCB એ પ્રોહિબિશનનો નાસતો ફરતો આરોપી ઝડપ્યો:ઉદેપુર સ્થિત ઘરેથી પકડીને હિંમતનગર પોલીસને સોંપ્યો; એક વર્ષથી ફરાર હતો

Gujarat6/9/2026, 9:43:05 AM
સાબરકાંઠા LCB એ પ્રોહિબિશનનો નાસતો ફરતો આરોપી ઝડપ્યો:ઉદેપુર સ્થિત ઘરેથી પકડીને હિંમતનગર પોલીસને સોંપ્યો; એક વર્ષથી ફરાર હતો
સાબરકાંઠા LCBની ટીમે રાજસ્થાનના ઉદેપુરમાંથી પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપીને તેના ઘરેથી પકડીને હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. LCBની ટીમ રાજસ્થાનના ઉદેપુર ખાતે એક તપાસ અર્થે ગઈ હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીનું નામ વિપુલ દેવીલાલ પ્રભુલાલ પુજારી (ઉંમર 33) છે. તે ઉદેપુર સિટી, રાજસ્થાનના ગોવર્ધન વિલાસ, સેક્ટર-૧૪, આર.એચ.બી. કોલોની, મકાન નં. 2/270નો રહેવાસી છે. સાબરકાંઠા LCBના પીઆઈ ડી.સી. સાકરિયાએ ટેલિફોનિક વાતચીતમાં આ માહિતી આપી હતી. વિપુલ હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબીશનના ગુનામાં સંડોવાયેલો હતો અને છેલ્લા એક વર્ષથી ફરાર હતો.
Read Original Article →