હિંમતનગર નગરપાલિકા ચૂંટણી 2026:ભાજપના 42, કોંગ્રેસના 40 ફોર્મ માન્ય, AAPના 4, અપક્ષના 4 અને AIMIMનું 1 ફોર્મ પણ માન્ય

Gujarat4/13/2026, 12:02:34 PM
હિંમતનગર નગરપાલિકા ચૂંટણી 2026:ભાજપના 42, કોંગ્રેસના 40 ફોર્મ માન્ય, AAPના 4, અપક્ષના 4 અને AIMIMનું 1 ફોર્મ પણ માન્ય
હિંમતનગર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી પત્રોની ચકાસણી પૂર્ણ થઈ છે. 26 એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે ભાજપના 42, કોંગ્રેસના 40, આમ આદમી પાર્ટી (AAP)ના 4, અપક્ષના 4 અને AIMIM પક્ષનું 1 ફોર્મ માન્ય રાખવામાં આવ્યું છે. ચકાસણી પ્રક્રિયા દરમિયાન કુલ 18 ઉમેદવારી પત્રો અમાન્ય ઠર્યા હતા. આમાં ભાજપના 9 અને કોંગ્રેસના 6 ફોર્મ મેન્ડેટના અભાવે રદ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ત્રણ અપક્ષ ઉમેદવારોના ફોર્મ દરખાસ્ત અને ટેકેદારના અભાવને કારણે અમાન્ય જાહેર થયા હતા. આવતીકાલે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. ફોર્મ પરત ખેંચાયા બાદ ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે.
Read Original Article →