સાબરકાંઠામાં ભાજપના ઉમેદવારો જાહેર, 30 નવા ચહેરા:હિંમતનગર નગરપાલિકામાં 13 રિપીટ, જિલ્લા-તાલુકા પંચાયતમાં પણ ફેરફાર
સાબરકાંઠા જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ માટે ભાજપે તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ગઈકાલે રાત્રે જાહેર કરાયેલી યાદીમાં હિંમતનગર નગરપાલિકામાં 44માંથી 43 ઉમેદવારોના નામ સામેલ છે, જેમાં 13 વર્તમાન સભ્યોને રિપીટ કરાયા છે અને 30 નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. આ જાહેરાતમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતની 34 બેઠકો, હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના, વિજયનગર, તલોદ અને પ્રાંતિજ તાલુકા પંચાયતની કુલ 170 બેઠકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, હિંમતનગર, ઈડર, વડાલી નગરપાલિકાની સામાન્ય અને પ્રાંતિજ નગરપાલિકાની પેટાચૂંટણીની 96 બેઠકો માટે પણ ઉમેદવારો જાહેર કરાયા છે. મોટાભાગે નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે, જેમાં જિલ્લા પંચાયતમાં પૂર્વ પ્રમુખ ભારતીબેન મહેન્દ્રભાઈ પટેલના પતિ મહેન્દ્રભાઈ પટેલને ટિકિટ અપાઈ છે. હિંમતનગર નગરપાલિકામાં 11 વોર્ડની 44 બેઠકો પર ચૂંટણી યોજાશે. આસપાસના વિસ્તારો ઉમેરાતા વોર્ડની સંખ્યા નવથી વધીને 11 થઈ છે, જેના કારણે આઠ સભ્યોનો ઉમેરો થયો છે. ભાજપે 44માંથી 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં 13 રિપીટ ઉમેદવારો અને 30 નવા ચહેરાઓનો સમાવેશ થાય છે. વોર્ડ મુજબ વિગતવાર જોઈએ તો, વોર્ડ 1માં ચાર નવા ચહેરા, વોર્ડ 2માં બે રિપીટ અને બે નવા ચહેરા, વોર્ડ 3માં ત્રણ નવા ચહેરા, વોર્ડ 4માં બે રિપીટ અને બે નવા ચહેરા, વોર્ડ 5માં બે રિપીટ અને બે નવા ચહેરા, વોર્ડ 6માં બે રિપીટ અને બે નવા ચહેરા, વોર્ડ 7માં બે રિપીટ અને બે નવા ચહેરા, વોર્ડ 8માં એક રિપીટ અને ત્રણ નવા ચહેરા, વોર્ડ 9માં એક રિપીટ અને ત્રણ નવા ચહેરા, વોર્ડ 10માં એક રિપીટ અને ત્રણ નવા ચહેરા અને વોર્ડ 11માં ચાર નવા ચહેરાની પસંદગી કરવામાં આવી છે. જાહેર કરાયેલા ઉમેદવારોના નામ નીચે મુજબ છે: વોર્ડ નં.1: ગાયત્રીબેન મહેશકુમાર વાળંદ, તેજલ આકાશ રાવલ, સાવન અમૃતલાલ ડોકીયાર, ગોપાલસિંહ નારાયણસિંહ રાઠોડ. વોર્ડ નં.2: શુચિ અર્જુનકુમાર શાહ, નીતા હસમુખભાઈ પટેલ, રાજુભાઈ કરસનભાઈ દેસાઈ, રાજેષકુમાર કિશોરીલાલ શર્મા. વોર્ડ નં.3: હફીજુનીશા ઝાકીરહુસેન હરસોલીયા, દશરથભાઈ ચીમનભાઈ વાઘેલા, સોયેબભાઈ સાબીરભાઈ શેખ. વોર્ડ નં.4: દેવિકાબેન ધવલભાઈ સોની, જાનકીબેન અમિતભાઈ રાવલ, ગોવિંદસિંહ ઉદેસિંહ રાઠોડ, નિકેશભાઈ હસમુખભાઈ ગાંધી. વોર્ડ નં.5: અલકાબેન રાકેશકુમાર બારોટ, ઉષાબેન પ્રદીપભાઈ વાઘેલા, રશિકાંતભાઈ મથુરભાઈ સોલંકી, જયેશ વસંતભાઈ ભાટી. વોર્ડ નં.6: પ્રિયંકાબેન છગનભાઈ સડાત, હંસાબેન મહેન્દ્રકુમાર પિત્રોડા, જતીન શંકરભાઈ કહાર, હિતેશકુમાર જયંતિલાલ પટેલ. વોર્ડ નં.7: અરુણાબેન ધર્મેન્દ્રભાઈ કડિયા, કુમારભાર્ગવભાઈ મનહરભાઈ રાજ, અમૃતલાલ બાબુલાલ પુરોહિત. વોર્ડ નં.8: દક્ષાબેન જયંતિલાલ રાઠોડ, ભૂમિ જીગ્નેશભાઈ મહેતા, ગોપાલભાઈ કેશુભાઈ પ્રજાપતિ, ધર્મરાજ બલવંતસિંહ દેવડા. વોર્ડ નં.9: વાચા જનકભાઈ જોશી, શિલ્પાબેન બ્રિજેશભાઈ પટેલ, નીતિન દિનેશભાઈ પરમાર, રાહુલ બિપિનભાઈ પટેલ. વોર્ડ નં.10: વર્ષાબેન ભરતકુમાર મિસ્ત્રી, હિરવાબેન હિમાંશુભાઈ સાધુ, નટવરલાલ ડાહ્યાભાઈ ઓઝા, કલ્પિત હર્ષદભાઈ દવે. વોર્ડ નં.11: દર્શનબેન જીગ્નેશભાઈ પંચાલ, વૈદેહી અંકુરભાઈ સોની, ભાનુપ્રસાદ અમૃતલાલ પટેલ, અવિનાશ પ્રવિણચંદ્ર જોશી.
Read Original Article →