હિંમતનગર નગરપાલિકાની પ્રથમ ખાસ સભા 1 જૂને:વિવિધ કમિટીઓની રચના પર થશે ચર્ચા

Gujarat5/26/2026, 9:50:42 AM
હિંમતનગર નગરપાલિકાની પ્રથમ ખાસ સભા 1 જૂને:વિવિધ કમિટીઓની રચના પર થશે ચર્ચા
હિંમતનગર નગરપાલિકાના નવા ચૂંટાયેલા પદાધિકારીઓ અને સદસ્યોની પ્રથમ ખાસ સામાન્ય સભા 1 જૂનના રોજ યોજાશે. આ સભા ડૉ.નલિનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે મળશે, જેમાં પાલિકાની વિવિધ કમિટીઓની રચના અંગે નિર્ણય લેવાશે. પાલિકાના પ્રમુખ અરુણાબેન કડિયા અને ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી દ્વારા સદસ્યોને પાઠવવામાં આવેલા પરિપત્ર મુજબ, આ સભામાં ગત મીટિંગનું પ્રોસીડિંગ વંચાણે લેવાશે. ત્યારબાદ કાર્ય નોંધ પર લેવાયેલા પગલાં અંગે સદસ્યોને જાણ કરવામાં આવશે. આ પ્રક્રિયા બાદ હિંમતનગર નગરપાલિકાની વિવિધ કમિટીઓની રચના કરવા અંગે ચર્ચા થશે અને અંતે નિર્ણય લેવાશે. દરમિયાન, મહત્વની કમિટીઓમાં સ્થાન મેળવવા અને ચેરમેન બનવા માટે ચૂંટાયેલા સદસ્યોએ પ્રયત્નો શરૂ કરી દીધા છે.
Read Original Article →