સાબરકાંઠામાં 301 બેઠકો સામે ભાજપના 1080 દાવેદારો:હિંમતનગર નગરપાલિકામાં 40 બેઠકો પર 182 ટિકિટ વાંચ્છુ, ગાંધીનગર પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવારના નામની મહોર મારશે

Gujarat4/5/2026, 9:43:23 AM
સાબરકાંઠામાં 301 બેઠકો સામે ભાજપના 1080 દાવેદારો:હિંમતનગર નગરપાલિકામાં 40 બેઠકો પર 182 ટિકિટ વાંચ્છુ, ગાંધીનગર પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવારના નામની મહોર મારશે
સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે કવાયત તેજ કરવામાં આવી છે. જિલ્લા પંચાયત, 8 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાની કુલ 301 બેઠકો માટે ભાજપના 1,080 દાવેદારોએ ટિકિટની માંગ કરી છે. હાલ આ તમામ દાવેદારોની પેનલ તૈયાર કરી ગાંધીનગર પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મોકલવામાં આવી છે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ હિંમતનગરમાં બે નિરીક્ષકોની ટીમ દ્વારા બે દિવસ સુધી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં સંભવિત ઉમેદવારોની પેનલ તૈયાર કરવામાં આવી છે. હવે ગાંધીનગર ખાતે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આખરી ઉમેદવારોના નામ પર મહોર મારવામાં આવશે. બેઠકો અને દાવેદારોનું ગણિત જિલ્લા ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, વિવિધ સ્તરે દાવેદારો: જિલ્લા પંચાયત: 34 બેઠકો માટે 181 દાવેદારો. તાલુકા પંચાયત: 8 તાલુકા પંચાયત (પ્રાંતિજ, વડાલી, ખેડબ્રહ્મા, તલોદ, પોશીના, ઇડર, હિંમતનગર અને વિજયનગર)ની કુલ 170 બેઠકો માટે 567 દાવેદારો. નગરપાલિકા: હિંમતનગર, ઇડર, વડાલી અને પ્રાંતિજ (પેટાચૂંટણી) મળી કુલ 97 બેઠકો માટે 332 દાવેદારો. હિંમતનગર નગરપાલિકામાં વોર્ડ દીઠ ખેંચતાણ હિંમતનગર નગરપાલિકાના 11 વોર્ડની ચૂંટણી યોજાવાની છે. જેમાં વોર્ડ નંબર 3 ને બાદ કરતા બાકીના 10 વોર્ડની 40 બેઠકો પર 182 દાવેદારો વચ્ચે સ્પર્ધા છે. સૌથી વધુ 28-28 દાવેદારો વોર્ડ નંબર 1 અને 10 માં નોંધાયા છે. વોર્ડ મુજબ દાવેદારોની સ્થિતિ: ચૂંટણી જાહેર થતાની સાથે જ ભાજપમાં ટિકિટ મેળવવા માટે કાર્યકરો અને સ્થાનિક નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે હવે સૌની નજર ગાંધીનગર પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણય પર ટકેલી છે.
Read Original Article →