હિંમતનગરમાં પાલિકાએ 20થી વધુ દબાણ હટાવ્યા:ગણપતિ મંદિરથી ટીપી રોડ પર કાર્યવાહી શરૂ
હિંમતનગર નગરપાલિકાએ ટીપી રોડ પર દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી છે. ગણપતિ મંદિર વિસ્તારથી શરૂ કરીને ઉમિયા સોસાયટીથી શાંતિ પાર્ક સુધી 20થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન કમ્પાઉન્ડ વોલ, પગથિયાં અને પતરાના શેડ સહિતના દબાણો હટાવાયા હતા. આશરે 9 મીટર પહોળાઈ અને 500 મીટર વિસ્તારને દબાણમુક્ત કરવામાં આવ્યો હતો. ટીપી રોડમાં આવતા કેટલાક મકાનોના ભાગો પણ તોડી પાડવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યવાહી નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. નગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું કે, રોડ વિકાસ અને ટ્રાફિક સુવિધાને ધ્યાનમાં રાખીને અગાઉથી નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Read Original Article →