હિંમતનગરમાં જીઓ મોબાઈલ ટાવરમાં આગ લાગી:મહેતાપુરાના સિદ્ધાર્થનગરમાં ધુમાડાના ગોટેગોટા નીકળતા દોડધામ

Gujarat5/14/2026, 2:28:20 PM
હિંમતનગરમાં જીઓ મોબાઈલ ટાવરમાં આગ લાગી:મહેતાપુરાના સિદ્ધાર્થનગરમાં ધુમાડાના ગોટેગોટા નીકળતા દોડધામ
હિંમતનગર શહેરના મહેતાપુરા વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થનગર ખાતે જીઓ કંપનીના મોબાઈલ ટાવરમાં અચાનક આગ લાગી હતી. ટાવરમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાની ઘટનાની જાણ સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને કરી હતી. માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. હિંમતનગર ફાયર વિભાગના ફાયર ઓફિસરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, જીઓના મોબાઈલ ટાવરમાં આગ લાગી હોવાનો કોલ મળતા મીની બ્રાઉઝર સ્થળ પર પહોંચી ગયું હતું અને આગ બુઝાવી દેવામાં આવી હતી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
Read Original Article →