હિંમતનગરના ભોલેશ્વર ખાતે કોમ્યુનિટી હોલનું ભૂમિપૂજન:ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે ભૂમિપૂજન કરાયું, સ્થાનિકો ઉપસ્થિત રહ્યા
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના ભોલેશ્વર ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ કોમ્યુનિટી હોલનું નિર્માણ સામાજિક અને શૈક્ષણિક હેતુઓ માટે કરવામાં આવશે. ભોલેશ્વર મહાદેવ મંદિર નજીક, હિંમતનગર નગરપાલિકાના નવા સમાવિષ્ટ વિસ્તાર ભોલેશ્વર ખાતે આ ભૂમિપૂજન રવિવારે યોજાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય વી.ડી. ઝાલા ઉપરાંત નગરપાલિકાના ઉપ-પ્રમુખ ગોપાલસિંહ રાઠોડ, વોર્ડ નંબર 5ના પાલિકાના સદસ્યો, ભોલેશ્વર ગામના અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભૂમિપૂજન વિધિ પૂજન-અર્ચન અને મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ મંચસ્થ મહેમાનોનું સ્વાગત કરાયું હતું.
Read Original Article →