હિંમતનગરમાં મહાકાલી માતાજીનો 17મો પાટોત્સવ:શોભાયાત્રા અને ધજારોહણ સાથે ધાર્મિક કાર્યક્રમો યોજાયા

Gujarat4/10/2026, 9:03:27 AM
હિંમતનગરમાં મહાકાલી માતાજીનો 17મો પાટોત્સવ:શોભાયાત્રા અને ધજારોહણ સાથે ધાર્મિક કાર્યક્રમો યોજાયા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં આવેલા શ્રી મહાકાલી માતાજીનો 17મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. 17મા પાટોત્સવ નિમિત્તે શુક્રવારે બાબુલાલ સોનાજી રાજપુરોહિત પરિવાર દ્વારા જપાત્મક ચંડી પાઠનું આયોજન કરાયું હતું. ત્યારબાદ માતાજીની ફોટો પ્રતિમાને રથમાં બિરાજમાન કરીને શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં સ્થાનિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રા બાદ મંદિરના શિખર પર પૂજન-અર્ચન સાથે ધજારોહણ કરવામાં આવ્યું હતું. બપોરે માતાજીની આરતી ઉતારવામાં આવી હતી અને ત્યારબાદ સુખડીનો પ્રસાદ વિતરણ કરાયો હતો.
Read Original Article →