હિંમતનગર ITI વેલ્ડર તાલીમાર્થીઓએ 'I ❤️ ITI' પ્રોજેક્ટ બનાવ્યો:બે મહિનાની મહેનત બાદ સંસ્થામાં પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું

Gujarat5/23/2026, 6:19:28 AM
હિંમતનગર ITI વેલ્ડર તાલીમાર્થીઓએ 'I ❤️ ITI' પ્રોજેક્ટ બનાવ્યો:બે મહિનાની મહેનત બાદ સંસ્થામાં પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત ITI ના વેલ્ડર ટ્રેડના તાલીમાર્થીઓએ 'I ❤️ ITI HIMMATNAGAR' નામનો એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. બે મહિનાની સઘન મહેનત બાદ આ પ્રોજેક્ટનું સંસ્થાના અધ્યાપકો અને તાલીમાર્થીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ વર્ક હિંમતનગર ITI માં ચાલતા વેલ્ડર ટ્રેડના ચાલુ વર્ષના બેચ નંબર 83 ના 26 તાલીમાર્થીઓ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. ટ્રેડ ઇન્સ્ટ્રક્ટર જે.ડી. સુતરિયાના માર્ગદર્શન હેઠળ તાલીમ પૂર્ણ કર્યા બાદ આ મોડેલ તૈયાર કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટને તૈયાર કરવામાં અંદાજે બે મહિનાનો સમય લાગ્યો હતો. તેમાં 8x4 ની M.S. શીટ, 1x1 ની M.S. પટ્ટી, 60x3 અને 1x1 ના M.S. પાઇપ સહિત કુલ અંદાજે 100 કિલો લોખંડનો ઉપયોગ થયો હતો. તાલીમાર્થીઓએ કટિંગ, વેલ્ડિંગ, ગ્રાઇન્ડિંગ અને પેઇન્ટિંગ જેવા વિવિધ ઓપરેશન્સનો ઉપયોગ કરીને આ મોડેલ બનાવ્યું હતું. સંસ્થાના વડા મેડમ જે.એન. પુરોહિત અને આચાર્ય વર્ગ-2 બી.એમ. પટેલના હસ્તે ITI પરિસરમાં 'I ❤️ ITI HIMMATNAGAR' પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ITI ના વિવિધ ટ્રેડના અધ્યાપકો અને મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →