હિંમતનગરમાં સાત દિવસીય શ્રીમદ ભાગવદ કથા સંપન્ન:હરસિદ્ધિ માતાજી મંદિર પરિસરમાં સુદામા ચરિત્ર પ્રસંગ સાથે પૂર્ણ થઈ

Gujarat5/23/2026, 2:21:28 PM
હિંમતનગરમાં સાત દિવસીય શ્રીમદ ભાગવદ કથા સંપન્ન:હરસિદ્ધિ માતાજી મંદિર પરિસરમાં સુદામા ચરિત્ર પ્રસંગ સાથે પૂર્ણ થઈ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં હરસિદ્ધિ માતાજીના મંદિર પરિસરમાં અધિક જેઠ માસ નિમિત્તે શ્રી શક્તિ સેવા મંડળ પરિવાર દ્વારા સાત દિવસીય શ્રીમદ ભાગવદ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખારી-મહુવાના જનકગીરી બાપુએ આ કથાનું રસપાન કરાવ્યું હતું. આ કથાનો પ્રારંભ 17 મેના રોજ પોથીયાત્રા સાથે થયો હતો. દરરોજ બપોરે 3.30 થી 6.30 કથા યોજાઈ હતી. કથાના પ્રથમ દિવસે કથા મહાત્મ્ય, બીજા દિવસે શુક્રદેવ જન્મ, ત્રીજા દિવસે વામન અવતાર, ચોથા દિવસે કૃષ્ણ જન્મ, પાંચમા દિવસે ગોવર્ધન લીલા અને છઠ્ઠા દિવસે રુકમણી વિવાહ જેવા પ્રસંગો ઉજવાયા હતા. સાતમા અને અંતિમ દિવસે સુદામા ચરિત્ર પ્રસંગ યોજાયો હતો, જે કથાની પૂર્ણાહુતિ હતી. કથા સમાપ્તિ બાદ પોથી ઉત્થાપનનો ચઢાવો બોલવામાં આવ્યો હતો. ત્યારબાદ ભક્તના ઘરે પોથી પધરામણી યાત્રા યોજાઈ હતી. આ સાત દિવસીય શ્રીમદ ભાગવદ કથાના આયોજનમાં અનેક દાતાઓએ સહયોગ આપ્યો હતો. દાતાઓએ દાન ઉપરાંત સાઉન્ડ, મંડપ, બેન્ડવાજા, મિનરલ પાણી, પૂજાપા અને પત્રિકા જેવી વ્યવસ્થાઓ પૂરી પાડી હતી. 12 દાતાઓના હસ્તે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
Read Original Article →