હિંમતનગરમાં ઈ-વેસ્ટ કલેક્શન ડ્રાઈવ શરૂ:બે દિવસમાં 40 કિલો કચરો એકત્ર, તમામ વોર્ડમાં અભિયાન ચાલશે
હિંમતનગરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત બે દિવસીય ઈ-વેસ્ટ કલેક્શન ડ્રાઈવમાં 40 કિલો ઈ-કચરો એકત્ર કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત કચરો લાવનારને પક્ષીનો માળો અને વૃક્ષારોપણ માટે એક છોડ ભેટ સ્વરૂપે આપવામાં આવે છે. આ ડ્રાઈવને એક દિવસ માટે લંબાવવામાં આવી છે. આગામી દિવસોમાં નગરપાલિકા વિસ્તારના તમામ 11 વોર્ડમાં જાગૃતિ લાવવા માટે આ અભિયાન ચલાવવામાં આવશે. હિંમતનગરની ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા મહાવીરનગર ચાર રસ્તે વિશ્વ પર્યાવરણ દિવસથી આ અનોખું ઈ-વેસ્ટ કલેક્શન અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આજના ટેકનિકલ અને ડિજિટલ યુગમાં હાનિકારક ઈ-વેસ્ટનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. સ્વ-જાગૃતિના અભાવે આ કચરાનો યોગ્ય નિકાલ થતો નથી. તેના યોગ્ય નિકાલ માટે ભારત વિકાસ પરિષદ દ્વારા ઈ-વેસ્ટ કલેક્શન કન્ટેનરની વ્યવસ્થા કરવામાં આવી છે. એકત્રિત થયેલો ઈ-વેસ્ટ, જેમ કે બેટરી (સેલ), વાયર, ચાર્જર વગેરે, પ્રમાણિત સંસ્થા દ્વારા પ્રોસેસિંગ પ્લાન્ટમાં મોકલી આપવામાં આવશે. આ અભિયાનમાં શાખાના 25 સભ્યો હાજર રહ્યા હતા.
Read Original Article →