હિંમતનગરમાં દુર્ગા રેલવે ઓવરબ્રિજનું 80% કામ પૂર્ણ:રેલવે ફાટક પર 121 ટનના સ્ટીલ ગડર લોન્ચ થશે, 3840થી વધુ બોલ્ટથી એસેમ્બલિંગની કામગીરી ચાલુ

Gujarat6/9/2026, 6:21:06 AM
હિંમતનગરમાં દુર્ગા રેલવે ઓવરબ્રિજનું 80% કામ પૂર્ણ:રેલવે ફાટક પર 121 ટનના સ્ટીલ ગડર લોન્ચ થશે, 3840થી વધુ બોલ્ટથી એસેમ્બલિંગની કામગીરી ચાલુ
હિંમતનગરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે નિર્માણધીન જૂની સિવિલથી છાપરિયા ચાર રસ્તા સુધીના 700 મીટર લાંબા દુર્ગા રેલવે ઓવરબ્રિજનું 80% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે રેલવે ફાટક પર 121 ટન વજનના સ્ટીલના ગડર લોન્ચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જે રેલવે વિભાગના અંતિમ ઇન્સ્પેક્શન બાદ શરૂ કરવામાં આવશે. ચાર ગડરનું એસેમ્બલિંગની કામગીરી ચાલે છે. 3840થી વધુ બોલ્ટથી ગડરને મજબૂતાઈ અપાશે. બ્રિજની વર્તમાન સ્થિતિ અને કામગીરી GUDC (ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની) વિભાગમાંથી મળેલી માહિતી અનુસાર, આ ઓવરબ્રિજમાં કુલ 19 પિયર (થાંભલા) પિયર કેપ સાથે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયા છે. હાલમાં જૂની સિવિલ અને દુર્ગા બજાર તરફ ગડર લોન્ચ કરવામાં આવશે. જેની એસેમ્બલિંગની કામગીરી ચાલી રહી છે. ત્યારબાદ પેરાફીટ (પ્રોટેક્શન વોલ) સહિતની અન્ય આનુષંગિક કામગીરી ઝડપભેર ચાલી રહી છે. 3,840થી વધુ બોલ્ટથી સ્ટીલ ગડર ફિટિંગ હવે રેલવે ફાટક LC 82-B પર સ્ટીલ ગડર મૂકવાની પ્રક્રિયા હાથ ધરાશે. આ માટે સ્ટીલના ગડર સાઇટ પર આવી ગયા છે અને હાલ તેનું એસેમ્બલિંગ કામ ચાલી રહ્યું છે. ગડરની સંખ્યા: 4 લંબાઈ: પ્રત્યેક ગડર 36 મીટર લાંબો છે કુલ વજન: 121 ટન ફિટિંગ વિગત: ગડરને મજબૂતાઈ આપવા માટે અલગ જગ્યાએ 3,840થી વધુ બોલ્ટ લગાવીને ફિટિંગ કરવામાં આવી રહ્યું છે. એસેમ્બલિંગ બાદ ઇન્સ્પેક્શન આ એસેમ્બલિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રેલવે વિભાગ દ્વારા તેની ટેકનિકલ ચકાસણી (ઇન્સ્પેક્શન) કરવામાં આવશે અને લીલી ઝંડી મળતા જ લોન્ચિંગની કામગીરી હાથ ધરાશે. આ બ્રિજ કાર્યરત થતાં જ સ્થાનિક વાહનચાલકોને રેલવે ફાટક પરના ટ્રાફિક જામમાંથી મોટી રાહત મળશે.
Read Original Article →