વિશ્વ સાયકલ દિવસ: હિંમતનગરમાં 10 કિમી રાઈડ:શારીરિક સ્વાસ્થ્ય અને પર્યાવરણના જતન કરવાના સંદેશ સાથે કાર્યક્રમ યોજાયો
વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે હિંમતનગરમાં 'ટુ ગેધર ક્લબ' દ્વારા 10 કિલોમીટરની સાયકલ રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાઈડ મહાવીરનગર ચાર રસ્તેથી નવા ગામ સુધી યોજાઈ હતી. આ રાઈડમાં બાળકોથી લઈને આધેડ વયના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સાયકલિંગ દ્વારા શરીરને સ્વસ્થ રાખવા અને પર્યાવરણનું જતન કરવાના સંદેશ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો.
મહાવીરનગર ચાર રસ્તે આવેલા પંચદેવ મંદિર પાસેથી બુધવારે સવારે આ રાઈડનો પ્રારંભ થયો હતો. ક્લબના સભ્યો સહિત અનેક સાયકલ પ્રેમીઓ આ ઉજવણીમાં જોડાયા હતા. 'ટુ ગેધર ક્લબ' દ્વારા હિંમતનગરના નાગરિકોને દૈનિક જીવનમાં સાયકલનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી. ક્લબે જણાવ્યું હતું કે સાયકલિંગ અને સ્વિમિંગ જેવી પ્રવૃત્તિઓ શારીરિક તંદુરસ્તી માટે ઉત્તમ છે અને પર્યાવરણ સુરક્ષામાં પણ મદદરૂપ થાય છે. ક્લબ દ્વારા રવિવારે અને અન્ય પ્રસંગોપાત સાયકલ રાઈડનું આયોજન કરવામાં આવે છે. ક્લબના સાયકલિસ્ટો 10 કિલોમીટરથી લઈને 100, 200 અને 500 કિલોમીટર સુધીની લાંબી રાઈડમાં પણ ભાગ લે છે. ક્લબે શહેરીજનોને તેમાં જોડાવા અને સાયકલનો ઉપયોગ કરી સ્વસ્થ રહેવા તથા પર્યાવરણ જાળવણીમાં સહભાગી થવા આહ્વાન કર્યું હતું.
Read Original Article →