પતરા કાપી અડધા કલાકની જહેમત બાદ બસ ડ્રાઇવરને બહાર કઢાયો:હિંમતનગરમાં અજાણ્યા વાહન પાછળ ખાનગી બસ ધડાકાભેર અથડાઈ; 15 ઇજાગ્રસ્ત, ડ્રાઇવરની હાલત ગંભીર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાયગઢ પાસે નવલપુર ભાટોડા ગામ આગળ નેશનલ હાઈવે 48 પર ઓવરબ્રિજ નજીક ગત રાત્રીનના લગભગ 2.30 કલાકની આસપાસ એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ખાનગી બસ તેની આગળ જતાં એક અજાણ્યા વાહન સાથે પાછળથી અથડાઈ હતી. જે અકસ્માતમાં ચાલક સહિત કુલ 15 લોકોને ઈજાઓ પહોંચી હતી. બસનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. ફાયર ટીમે કેબિનના પતરા કાપી બહાર કાઢ્યો ઘટનાની જાણ થતાં જ હિંમતનગર નગરપાલિકાની ફાયર ટીમ અને ગાંભોઈ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ટીમે મશીન વડે કેબિનના પતરા કાપીને અડધા કલાકની જહેમત બાદ ચાલક મહેન્દ્રસિંહને બહાર કાઢ્યો હતો. તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ચાલક વધુ ગંભીર હોવાથી અમદાવાદ સિવિલ રિફર કરાયો ચાલક મહેન્દ્રસિંહને વધુ ગંભીર ઈજાઓ થતાં તેમને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. અકસ્માતમાં ચાલક સહિત કુલ 15 મુસાફરને શરીરે ઈજાઓ થઈ હતી, જે તમામને રાત્રે હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ પણ વાંચો, અમદાવાદ-મુંબઈ હાઈવે પર કન્ટેનર-ડમ્પર ટકરાયા, ડમ્પરચાલકને ગંભીર ઈજા અન્ય વાહનચાલક અકસ્માત બાદ પોતાનું વાહન લઈ ફરાર પ્રાથમિક માહિતી મુજબ, જે અજાણ્યા વાહન પાછળ ખાનગી બસ અથડાઈ હતી, તેનો ચાલક અકસ્માત બાદ પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ગાંભોઈ પોલીસે આ મામલે ગુનો નોંધીને અજાણ્યા વાહન અને તેના ચાલકની શોધખોળ હાથ ધરી છે. ----- આ પણ વાંચો આંકલાવ પાસે ST બસને ટેન્કરે મારી ટક્કર:15થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાંથી એક મોટા માર્ગ અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. તાલુકાના અંબાવ ગામ નજીક હાઇવે પર પસાર થઈ રહેલી ગુજરાત રાજ્ય પરિવહન નિગમની એસ.ટી. (ST) બસને એક બેફામ ગતિએ આવતા કેમિકલ અથવા ઓઇલના ટેન્કરે પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બસમાં સવાર 15થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. બસના પાછળના ભાગે ધડાકાભેર ઘુસ્યું ટેન્કર મળતી માહિતી અનુસાર, આજે 8 જૂને સવારે એસ.ટી. બસ પોતાના નિયત રૂટ પર મુસાફરોને લઈને જઈ રહી હતી, ત્યારે અંબાવ નજીક પાછળથી આવી રહેલા એક તેજ રફતાર ટેન્કરના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને બસના પાછળના ભાગે ધડાકાભેર ટેન્કર ઘુસાડી દીધું હતું. અકસ્માત થતાં જ બસમાં સવાર મુસાફરોમાં ભારે કીકિયારીઓ અને ચીસાચીસ મચી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસના પાછળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. વાંચો સંપૂર્ણ અહેવાલ
કાર-દીવાલ વચ્ચે દબાયા દુકાનદાર, કંપારી છૂટી જાય તેવા લાઈવ દૃશ્યો CCTVમાં કેદ રાજકોટ જિલ્લાના ત્રંબા ગામ નજીક એક અત્યંત ગંભીર અને હૃદયકંપાવનારો અકસ્માત સર્જાયો હતો. પોતાની દુકાન ખોલવા ગયેલા આધેડ દુકાનદારને એક પૂરઝડપે આવતી કારે અડફેટે લેતાં તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, સમગ્ર ઘટના દુકાનના CCTV અને કારના ડેશકેમમાં કેદ થઈ ગઈ છે. અકસ્માતની ભયાવહ ક્ષણો આ ઘટના 7 જૂનના રોજ બપોરે આશરે 1:30 વાગ્યે બની હતી. કારચાલક યુવક અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી બેઠો હતો. કાબૂ ગુમાવતા જ કાર પૂરઝડપે સીધી દુકાનમાં ઘૂસી ગઈ હતી.વાંચો સંપૂર્ણ અહેવાલ… બે કાર અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત, પત્નીને તેડવા આવેલા યુવકનું લગ્નના 5 મહિનામાં જ મોત ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના ધોકડવા-બેડીયા રોડ પર ગત (7 જૂન) રાત્રિના સમયે એક હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત સર્જાયો ેહતો. બે કાર અને એક મોટરસાયકલ વચ્ચે થયેલા આ ત્રિપલ અકસ્માતમાં 21 વર્ષના યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ચાર વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. બે કાર અને એક બાઈક એકબીજા સાથે ધડાકાભેર અથડાયા પ્રાપ્ત વિગતો અનુસાર, આ અકસ્માત ગીરગઢડાના બેડીયા ગામ નજીક રાત્રિના સમયે સર્જાયો હતો. બે કાર અને એક બાઈક એકબીજા સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બનતાની સાથે જ આસપાસના સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. વાંચો સંપૂર્ણ અહેવાલ…
Read Original Article →