હિંમતનગર નગરપાલિકા પ્રમુખ સહિત ભાજપની ટીમનું સન્માન:ભોલેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજાયો

Gujarat5/24/2026, 3:57:42 PM
હિંમતનગર નગરપાલિકા પ્રમુખ સહિત ભાજપની ટીમનું સન્માન:ભોલેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજાયો
હિંમતનગરના હાથમતી નદી કિનારે આવેલા સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ સહિત ભાજપની ટીમના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રવિવારે ભોલેશ્વર ખાતેના શ્રીમદ જેશીંગબાપા વાનપ્રસ્થ ભવનમાં યોજાયો હતો. મંદિર ટ્રસ્ટ દ્વારા હિંમતનગર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ અરુણાવેન કડિયા, ઉપપ્રમુખ ગોપાલસિંહ રાઠોડ અને કારોબારી અધ્યક્ષ રાહુલ પટેલનું સન્માન કરાયું હતું. આ ઉપરાંત, ભાજપના ચૂંટાયેલા વિવિધ વોર્ડના સદસ્યોને પણ એક મંચ પર શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટના બદ્રીભાઈ મિસ્ત્રી, સુમનભાઈ રાવલ, જીજ્ઞેશભાઈ પટેલ સહિતના ટ્રસ્ટીઓ અને મંદિરના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભાજપની ટીમને સન્માનિત કરી, વિકાસ કાર્યો વેગવંતા બને તેવી આશા સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.
Read Original Article →