હિંમતનગર બાલમંદિરમાં માનસિક અસ્વસ્થ યુવાન બાળક લેવા આવ્યો:સ્ટાફે 112 પર કોલ કરતા પોલીસ આવી, યુવાનને લઈ ગઈ
હિંમતનગરના બગીચા વિસ્તારમાં આવેલા એક બાલમંદિરમાં આજે સવારે એક માનસિક અસ્વસ્થ યુવાન પોતાનું બાળક લેવા આવ્યો હોવાનું કહીને પ્રવેશ્યો હતો. બાલમંદિરના સાવચેત સ્ટાફે તેને ઓળખતા ન હોવાથી તાત્કાલિક 112 નંબર પર પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આ યુવાન અન્ય વાલીઓ સાથે બાલમંદિરમાં પ્રવેશ્યો હતો. સ્ટાફ દ્વારા પૂછપરછ કરાતા તે માનસિક રીતે અસ્વસ્થ જણાયો હતો. સ્ટાફે આ યુવાનને અગાઉ ક્યારેય જોયો ન હોવાથી શંકા ગઈ હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવાનને પોતાની સાથે લઈ ગઈ હતી. યુવાને પૂછપરછ દરમિયાન પોતાને સિદ્ધપુરનો હોવાનું જણાવ્યું હતું, જે તેની અસ્વસ્થ માનસિક સ્થિતિનો સંકેત આપે છે. આ ઘટનાને પગલે બાલમંદિરમાં બાળકોને લેવા આવેલા અન્ય વાલીઓમાં પણ ચિંતા જોવા મળી હતી. વાલીઓએ પણ યુવાન અંગે પૂછપરછ કરી હતી. બાલમંદિરના મુખ્ય શિક્ષક પરેશાબેન સોનીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, સ્ટાફની સતર્કતાને કારણે અજાણ્યા વ્યક્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
Read Original Article →