હિંમતનગરમાં બકરાઈદની નમાજ 26 સ્થળે અદા કરાઈ:મુસ્લિમ બિરાદરોએ શાંતિપૂર્ણ માહોલમાં નમાજ પઢી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે બકરાઈદના પવિત્ર તહેવાર નિમિત્તે મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કરી હતી. શહેરની મસ્જિદો અને ઈદગાહ સહિત કુલ 26 સ્થળોએ શાંતિપૂર્ણ માહોલમાં નમાજ પઢવામાં આવી હતી. હિંમતનગર શહેરના છાપરિયા, દરિયાઈપાર્ક, હાજીપુરા, પોલોગ્રાઉન્ડ, ચાંદનગર, પાણપુર પાટિયા, મોટી વહોરવાડ, હસનશહીદ દરગાહ પાસે, હુસૈનાબાદ, અમનપાર્ક, અંબર સિનેમા રોડ, નાની વહોરવાડ, અશરફનગર, સંજરનગર, મહેબુબપાર્ક, ચિસ્તીયાનગર, નવી મહોલત, પરબડા અને કિફાયત નગર સહિતના વિસ્તારોમાં નમાજ અદા કરાઈ હતી. આ નમાજ સવારે 6:45 થી 7:30 દરમિયાન અલગ અલગ સમયે પઢવામાં આવી હતી. ખેડ તસિયા રોડ પર આવેલી ઈદગાહમાં સવારે 6:45 વાગ્યે મુસ્લિમ બિરાદરોએ બકરાઈદની નમાજ અદા કરી હતી. આ પ્રસંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને રોડ પર પણ સુરક્ષા પોઈન્ટ્સ મૂકવામાં આવ્યા હતા.
Read Original Article →