ગટર સાફ કરવા પાલિકાને રજૂઆત કરવા છતાં કાર્યવાહી નહીં:ઈડર પાલિકાથી માત્ર 100 મીટર દૂર ગટરમાં કચરાનો ભારે ભરાવો
ઇડર પાલિકા કચેરીની સામે અને ત્યાંથી માત્ર 100 મીટર દૂર આવેલી મુખ્ય ગટરમાં કચરાનો ભારે ભરાવો થયો છે. આ ખુલ્લી ગટરમાં ગંદકી જમા થતા આસપાસના વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે. ગંદકીના કારણે સ્થાનિકોમાં રોગચાળો ફેલાવાની ગંભીર શક્યતા ઉભી થઈ છે. . સ્થાનિક રહીશ અને એડવોકેટ રાહુલ બૌદ્ધે કહ્યું કે ગટર સાફ કરવા અગાઉ પાલિકાને લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. તેમ છતાં સફાઈ થતી નથી. ધુળેટા દરવાજા અંદરના વિસ્તારમાં તંત્ર સાફ-સફાઈમાં આળસ કરાય છે. આ મામલે ઈડર પાલિકાના ચીફ ઓફિસર જૈમિન ચૌધરીએ કહ્યું કે શહેરમાં રોજ નિયમિત સફાઈ થાય છે. ચોમાસાને ધ્યાનમાં રાખી પ્રિ-મોન્સુન હેઠળ ગટર સફાઈ શરૂ કરી છે. કોઈ વિસ્તારમાં કામ બાકી હશે તો ચોમાસું
Read Original Article →