મુસાફરો માટે સારા સમાચાર:સારા સમાચાર: અસારવાથી કાનપુર વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડશે

Gujarat4/5/2026, 12:00:00 AM
​પશ્ચિમ રેલવે દ્વારા આગામી ઉનાળાની સિઝન અને મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને અસારવા અને કાનપુર સેન્ટ્રલ વચ્ચે સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડાવવાનો મહત્વનો નિર્ણય લીધો છે.આ ટ્રેન શરૂ થવાથી ગુજરાત અને ઉત્તરપ્રદેશ વચ્ચે મુસાફરી કરતાં પ્રવાસીઓને મોટી રાહત મળશે. ​ટ્રેન નંબર 01906 અસારવા-કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલ 7 એપ્રિલથી 14 જુલાઈ 2026 સુધી દર મંગળવારે અસારવાથી સવારે 08:55 કલાકે ઉપડશે અને બીજા દિવસે બુધવારે સવારે 07:00 કલાકે કાનપુર પહોંચશે. પરતમાં, ટ્રેન નંબર 01905 કાનપુર સેન્ટ્રલ-અસારવા સ્પેશિયલ 6 એપ્રિલથી 13 જુલાઈ 2026 સુધી દર સોમવારે કાનપુરથી સવારે 08:15 કલાકે ઉપડશે અને બીજા દિવસે મંગળવારે સવારે 05:45 કલાકે અસારવા પરત ફરશે. મુખ્ય સ્ટોપેજ ​આ ટ્રેન હિંમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર, ઉદયપુર સિટી, માવલી, બૂંદી, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી અને ઇટાવા જેવા મહત્વના સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં પ્રવાસીઓ માટે 2 ટિયર એસી,​3 ટિયર એસી, સ્લીપર ક્લાસ અને ​સામાન્ય શ્રેણીના કોચ રહેશે. આ ટ્રેન માટેનું બુકિંગ 5 એપ્રિલથી તમામ PRS કાઉન્ટરો અને IRCTCની વેબસાઈટ પર શરૂ થશે.
Read Original Article →