પ્રાંતિજ પાલિકાનો આસી.એન્જીનીયર રૂ.45 હજારની લાંચ લેતાં પકડાયો:ગાંધીનગરમાં વોટર ATM ટેન્ડર બિલ પાસ કરાવવા લાંચની માંગણી કરી હતી

Gujarat5/25/2026, 12:53:12 PM
પ્રાંતિજ પાલિકાનો આસી.એન્જીનીયર રૂ.45 હજારની લાંચ લેતાં પકડાયો:ગાંધીનગરમાં વોટર ATM ટેન્ડર બિલ પાસ કરાવવા લાંચની માંગણી કરી હતી
સાબરકાંઠા જિલ્લાની પ્રાંતિજ નગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર રાજદીપસિંહ શંભુજી ચાવડાને ગાંધીનગરમાં રૂ. 45,000ની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યા છે. વોટર એટીએમ મશીનના ટેન્ડરનું બિલ પાસ કરાવવા માટે તેમણે આ લાંચ માંગી હતી. એસીબી પાસેથી મળતી માહિતી મુજબ, ચાવડાએ એક જાગૃત નાગરિક પાસેથી વોટર એટીએમ મશીનના ટેન્ડરનું બિલ પાસ કરવા માટે ટકાવારી મુજબ રૂ. 45,000ની લાંચની માંગણી કરી હતી. લાંચ આપવા ન માંગતા જાગૃત નાગરિકે ગાંધીનગર એસીબીનો સંપર્ક કર્યો હતો. આ ફરિયાદના આધારે, એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું. સોમવારે રાજદીપસિંહ ચાવડાને ગાંધીનગરના કર્મયોગી ભવન સામેના જાહેર રસ્તા પર બોલાવવામાં આવ્યા હતા. જ્યારે તેઓ લાંચના રૂ. 45,000 સ્વીકારી રહ્યા હતા, ત્યારે એસીબીની ટીમે તેમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. એસીબીએ લાંચ લેનાર આસિસ્ટન્ટ એન્જિનિયર રાજદીપસિંહ ચાવડાની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →