ચિતરીયા તા.પંચાયત બેઠક પર મતદાન શરૂ:સવારના 7થી 11 વાગ્યા સુધીમાં 2229 મતદારે મતાધિકારનો ઉપયોગ કર્યો; ભાજપ ઉમેદવારનું અવસાન થતાં ચૂંટણી મોકૂફ રખાઈ હતી

Gujarat5/24/2026, 5:38:36 AM
ચિતરીયા તા.પંચાયત બેઠક પર મતદાન શરૂ:સવારના 7થી 11 વાગ્યા સુધીમાં 2229 મતદારે મતાધિકારનો ઉપયોગ કર્યો; ભાજપ ઉમેદવારનું અવસાન થતાં ચૂંટણી મોકૂફ રખાઈ હતી
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાની ચિતરીયા તાલુકા પંચાયત બેઠક પર આજે પેટાચૂંટણી માટે મતદાન શરૂ થયું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલા મતદાનમાં 11 વાગ્યા સુધીમાં 2229 મતદારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચિતરીયા તાલુકા પંચાયત બેઠક પર સામાન્ય ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવારનું અવસાન થતાં ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારબાદ ફરીથી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ત્રણ મહિલા ઉમેદવારો વચ્ચે સ્પર્ધા છે. મનીષાબેન વનરાજભાઈ ડામોર (અપક્ષ), રમીલાબેન જયંતીભાઈ ઘોઘરા (ભાજપ) અને વર્ષાબેન લક્ષ્મણભાઈ ખરાડી (કોંગ્રેસ) મેદાનમાં છે. કુલ 6 મતદાન મથકો પર EVM દ્વારા મતદાન થઈ રહ્યું છે. ચિતરીયા બેઠક પર કુલ 4964 મતદારો નોંધાયેલા છે, જેમાં 2481 પુરુષ અને 2483 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. સવારે 7 થી 9 વાગ્યા દરમિયાન થયેલા મતદાનમાં 382 પુરુષ અને 267 સ્ત્રી મતદારોએ મતદાન કર્યું હતું, જેમાં પુરુષ મતદારોનું પ્રમાણ વધુ જોવા મળ્યું. વિજયનગર તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો છે. અગાઉ થયેલી ચૂંટણીમાં ભાજપને 9, આમ આદમી પાર્ટીને 3 અને કોંગ્રેસને 5 બેઠકો મળી હતી.
Read Original Article →