અસારવા-આગ્રા કેન્ટ વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન શરૂ:9 જૂનથી 28 જુલાઈ સુધી 16 ટ્રીપ, હિંમતનગર થઈ દોડશે

Gujarat6/6/2026, 2:14:04 PM
અસારવા-આગ્રા કેન્ટ વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન શરૂ:9 જૂનથી 28 જુલાઈ સુધી 16 ટ્રીપ, હિંમતનગર થઈ દોડશે
પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને અસારવા અને આગ્રા કેન્ટ વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેન વિશેષ ભાડા સાથે હિંમતનગર થઈને દોડશે અને 9 જૂનથી 28 જુલાઈ સુધી કાર્યરત રહેશે. રેલવે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ટ્રેન નંબર 01909/01910 અસારવા-આગ્રા કેન્ટ સ્પેશિયલ કુલ 16 ટ્રીપ કરશે. ટ્રેન નંબર 01909 અસારવા-આગ્રા કેન્ટ સ્પેશિયલ દર મંગળવારે અસારવાથી બપોરે 3:00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 7:45 વાગ્યે આગ્રા કેન્ટ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 01910 આગ્રા કેન્ટ-અસારવા સ્પેશિયલ દર સોમવારે આગ્રા કેન્ટથી સાંજે 6:10 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 11:10 વાગ્યે અસારવા પહોંચશે. બંને દિશામાં આ ટ્રેન હિંમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર, સેમારી, જાવર, ઉદયપુર સિટી, રાણા પ્રતાપનગર, માવલી, ચંદેરિયા, માંડલગઢ, બુંદી, કેશોરાય પાટણ, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, રૂપબાસ અને ફતેહપુર સીકરી સ્ટેશનો પર રોકાશે. આ સ્પેશિયલ ટ્રેનમાં એસી 2-ટિયર, એસી 3-ટિયર, સ્લીપર અને જનરલ ક્લાસના કોચ ઉપલબ્ધ રહેશે.
Read Original Article →