સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી:SIR બાદ 10.31 લાખ મતદારો સા.કાં.માં પ્રથમવાર મત આપશે
SIRની ફેબ્રુઆરીમાં યાદી પ્રસિદ્ધ થયા બાદ સાબરકાંઠામાં પ્રથમવાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં તેનો ઉપયોગ થશે. ચૂંટણીની જાહેરાતની સાથે સંસ્થા દીઠ મતદાર યાદી પણ જાહેર કરી દેવાઇ છે. જે મુજબ સાબરકાંઠામાં પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં કુલ 10,31,407 મતદારો પ્રથમવાર મતાધિકારનો ઉપયોગ કરશે. હિંમતનગર પાલિકાના 11 વોર્ડમાં કુલ 72741 મતદારો નોંધાયા છે. જેમાં 37262 પુરુષ મતદારો જ્યારે 35458 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે તથા અન્ય 21 છે. ઇડર પાલિકામાં 13065 પુરુષ મતદારો તથા 12466 મહિલા મતદારો અને 1 અન્ય મતદારો મળીને કુલ 25532 મતદારો નોંધાયા છે. વડાલી પાલિકામાં પુરુષ મતદારો 8193 તથા મહિલા મતદારો 7803 અને અન્ય 1 મળી કુલ 16087 મતદારો નોંધાયા છે. પ્રાંતિજ તા.પં.માં કુલ મતદારો 109624 પૈકી 57154 પુરુષ, 52469 મહિલા મતદારો છે.
Read Original Article →