દિવસે કડીયા કામ, રાત્રે મંદિરોમાં ચોરી:પોશીના જૈન મંદિરમાં ચોરી કરનાર દાહોદની ગેંગના 3 ઝબ્બે

Gujarat5/24/2026, 12:00:00 AM
દિવસે કડીયા કામ, રાત્રે મંદિરોમાં ચોરી:પોશીના જૈન મંદિરમાં ચોરી કરનાર દાહોદની ગેંગના 3 ઝબ્બે
રાજ્યભરના જૈન મંદિરોને નિશાન બનાવી ભગવાનની કિંમતી મૂર્તિઓ અને ઘરેણાંની ચોરી કરતી દાહોદની કુખ્યાત ગેંગના ત્રણ સાગરિતને સાબરકાંઠા LCBએ 10 જ દિવસમાં ઇડરના બોલુન્દ્રા નજીકથી પકડી લીધા હતા. ગત તા. 11-12 મે દરમિયાન ઇડરના પોશીનાના પાર્શ્વનાથ જૈન દેરાસરમાંથી 1.52 લાખની ચોરી થઈ હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે શંકાસ્પદ 21 વાહનોની તપાસ કરી હતી. પકડાયેલા પાંચ પૈકી બે પિતા-પુત્ર છે. જેમાં પુત્ર ફરાર છે. પોશીનામાં પાર્શ્વનાથ જૈન દેરાસરમાંથી તસ્કરો તાળાં તોડીને પંચધાતુની કિંમતી મૂર્તિઓ તથા પદ્માવતી માતાના મંદિરના ભંડારમાંથી રોકડ મળી કુલ રૂ. 1.52 લાખની ચોરી કરી નાસી છૂટતાં પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે LCB પી.આઈ. ડી.સી. સાકરીયા અને પી.એસ.આઈ. એસ.જે. ચાવડાની આગેવાનીમાં ડિટેક્શન ટીમ બનાવી હતી. પોલીસની પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું હતું કે તેમણે 15 દિવસ પહેલા ચિલોડા નજીક ધણપ ગામે આવેલા મોટા જૈન મંદિરમાં તાર કાપી કોટ કૂદી નકૂચો તોડી મૂર્તિનો મુગટ અને 2 ચાંદીના છત્તરની ચોરી કરી હતી. પોલીસે તસ્કરો પાસેથી પાર્શ્વનાથ ભગવાનની 24 તીર્થંકરવાળી પ્રાચીન મૂર્તિ કિં. 75હજાર, નાગરાજવાળી નાની મૂર્તિ કિં. 25હજાર, બે મોબાઇલ, એક્ટિવા અને કેટીએમ બાઇક,અન્ય ચોરીના વાહનો મળી કુલ રૂ.2.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે વોન્ટેડ આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા. પોશીનામાં વર્ષ-2024માં પણ ચોરીમાં દાહોદની ગેંગ હતી એલસીબીએ પોશીનાને જોડતાં તમામ રસ્તા પર ઉપલબ્ધ સીસીટીવીની ચકાસણી કરી હતી. ઉપરાંત કોટ ચઢીને આવવાની અને નકૂચા વગેરે તોડી ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી સહિત ડમ્પ ડેટા એકઠો કર્યો હતો. 2024માં મે મહિનામાં આ મંદિરમાં જ ચોરી થઈ હતી અને એમાં પણ દાહોદની ગેંગ હતી. આ ચોરીમાં પણ GJ-20 નંબરનું વાહન ટ્રેસ થયું હતું. જેને પગલે ખેડતસિયા રોડ થઈ બળવંતપુરા થઈ જતાં માર્ગ પર GJ-20 નંબરના અને ચોરીના સમયને મેચ કરતાં સમયગાળામાં પસાર થયેલ 21 દ્વિ ચક્રી વાહનો અલગ તારવ્યા હતા અને તેનો તમામ ડેટા એકત્ર કરાયો હતો. બીજી બાજુ ટેકનિકલ સર્વેલન્સ આધારે એકત્ર થયેલ ડેટાનું પૃથક્કરણ કરતાં બે જણાના નામ વાહનો સાથે મેચ થયા હતા. દિવસે કડીયા કામ, રાત્રે મંદિરોમાં ચોરી ગેંગ મૂળ દાહોદની છે અને અમદાવાદના પીરાણામાં રહી કડીયાકામ કરે છે. દિવસે કડીયા કામ કરવાનું અને મંદિરોમાં રેકી કરી રાત્રે ચોરી કરવાની. વોન્ટેડ મૂર્તિ ચોરો: ​​
Read Original Article →