ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો ભોલેનાથ ડેરીમાં દરોડો:તલોદના રોઝડમાં ડેરીમાંથી 2548 કિલો ભેળસેળિયો માવો સીઝ, 550 કિલોનો નાશ, ડેરીનું લાયસન્સ રદ

Gujarat5/22/2026, 12:00:00 AM
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો ભોલેનાથ ડેરીમાં દરોડો:તલોદના રોઝડમાં ડેરીમાંથી 2548 કિલો ભેળસેળિયો માવો સીઝ, 550 કિલોનો નાશ, ડેરીનું લાયસન્સ રદ
તલોદના રોઝડમાં આવેલી ભોલેનાથ ડેરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ગાંધીનગર ફ્લાઈંગ સ્કવોડે ઓચિંતો દરોડો પાડી 2548 કિલો ભેળસેળ વાળો માવો જપ્ત કરી 550 કિલો માવાનો નાશ કરી ફૂડ લાયસન્સ સસ્પેન્ડ કરતાં ચકચાર મચી જવા પામી હતી. ફ્લાઈંગ સ્કવોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે રોઝડમાં ભોલેનાથ ડેરી પર રેડ કરતાં પ્રાથમિક તપાસમાં ડેરીમાં મોટા પાયે ભેળસેળવાળો માવો બનતો હોવાનું બહાર આવ્યું હતું. તદુપરાંત જરૂરી લાયસન્સ વગર સ્વીટ બરફીનું ગેરકાયદેસર ઉત્પાદન પણ થતું હતું. ફૂડ સેફ્ટી અધિકારીઓએ ખૂલ્લા માવા અને બરફીના નમૂના લઈ લેબોરેટરી તપાસ માટે મોકલ્યા હતા. ડેરીમાંથી અંદાજે 5.10 લાખનો 2548 કિલોગ્રામ ભેળસેળયુક્ત માવાનો જથ્થો જપ્ત કરાયો હતો. તપાસ દરમિયાન ડેરીમાં ભારે ગંદકી જોવા મળતાં આવી સ્થિતિમાં બનેલો 550 કિલોગ્રામ માવો અખાદ્ય હોવાથી સ્થળ પર જ તાત્કાલિક નાશ કરાયો હતો. નિયમોના ભંગ બદલ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારાઈ હતી. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ ડેરી સામે આગળની કાનૂની કાર્યવાહી કરવાની સ્કવોડે ચેતવણી આપી હતી.
Read Original Article →