SOGએ 17.18 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો:હિંમતનગર- શામળાજી હાઇવે પરથી રૂ. 7.10 લાખનો પોષડોડાનો પાવડર, અફીણ ઝડપાયું

Gujarat5/14/2026, 12:25:23 AM
SOGએ 17.18 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો:હિંમતનગર- શામળાજી હાઇવે પરથી રૂ. 7.10 લાખનો પોષડોડાનો પાવડર, અફીણ ઝડપાયું
સાબરકાંઠા એસઓજીએ હિંમતનગર શામળાજી હાઈવે પર નવલપુર પાસે વોચ ગોઠવી ચાલકને પકડી 43.690 કિ.ગ્રા. પોશડોડા પાવડર કિ.રૂ. 6,55,350 અને 110 ગ્રામ અફીણનો ઝડપી લીધું હતું. બાતમીના આધારે નવલપુર ગામની સીમમાં 12/05/26ના રોજ વહેલી સવારે 03:40 કલાકે પોલીસ ચોકી આગળ વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શામળાજી તરફથી આવી રહેલી એક આઈશર ગાડી નંબર જીજે-08-એયુ-8717ને અટકાવતા તેમાંથી ગેરકાયદેસર અફીણ અને પોશડોડાનો જથ્થો મળી આવ્યો હતો. ઘટનાસ્થળેથી 110 ગ્રામ અફીણ જેની કિંમત 55,000 રૂપિયા અને 43.690 કિલોગ્રામ પોશડોડાનો પાવડર જેની કિંમત 6,55,350 રૂપિયા આંકવામાં આવી છે તે કબજે કર્યો હતો. એસઓજી પીઆઈ કેયુ ચૌધરીએ જણાવ્યું કે આ મામલે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા અને મૂળ રાજસ્થાનના રહેવાસી સતરારામ કાનાજી ચૌધરીની ધરપકડ કરી છે. તેની પાસેથી 8,000 રૂપિયાનો મોબાઈલ અને 10,00,000ની કિંમતની આઈશર ગાડી મળી કુલ 17,18,350 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ જથ્થો ચાલકના પિતરાઈ ભાઈ પાંચારામ ઉર્ફે પારસ ચૌધરીએ મધ્યપ્રદેશના સુવાસરા ખાતેથી હિરાલાલ નામના શખ્સ પાસેથી મંગાવ્યો હતો. આયશર ચાલક અને પાંચારામ ઉર્ફે પારસ ચૌધરી અને સુવાસરાના હિરાલાલ નામના શખ્સ બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
Read Original Article →