તેરા તુજકો અર્પણ ડ્રાઈવ:સાબરકાંઠામાં 116 મોબાઈલ, સાયબર ફ્રોડના 8.49 લાખ પૈસા પરત અપાવ્યા

Gujarat5/13/2026, 12:00:00 AM
તેરા તુજકો અર્પણ ડ્રાઈવ:સાબરકાંઠામાં 116 મોબાઈલ, સાયબર ફ્રોડના 8.49 લાખ પૈસા પરત અપાવ્યા
સાબરકાંઠાના 8 તાલુકામાં મોબાઈલ ચોરીના નોંધાયેલ ગુનાઓની તપાસ હાથ ધરી છેલ્લા સવા મહિનામાં અંદાજે 34.40 લાખના 116 મોબાઈલ ટ્રેક કરી રિકવર કરાયા હતા. ઉપરાંત સાયબર ફ્રોડના બે ગુનામાં 8.49 લાખ પરત મેળવવામાં સફળતા મળ્યા બાદ હિંમતનગરમાં એસપીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ તેરા તુજકો અર્પણ ડ્રાઈવ અંતર્ગત ભોગ બનનારને મોબાઈલ પરત કરાયા હતા. સાબરકાંઠા એસપી ડો.પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું કે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું મંગળવારે આયોજન કરાયું હતું. જેમાં આશરે 116 જેટલા મોબાઈલ જે છે એ છેલ્લા સવા મહિનાની અંદર રિકવર કરાયા છે. આ જે મોબાઈલ છે તે અલગ-અલગ જગ્યાએથી, અલગ-અલગ રાજ્યોમાંથી ટીમો મોકલીને પોલીસે રિકવર કર્યા છે. ઉપરાંત સાયબર ફ્રોડમાં ગયેલા આશરે 8.49 લાખના મોબાઇલ પાછા અપાવ્યા છે. તેમણે અપીલ કરી હતી કે 1930 પોર્ટલ અને CEIR પોર્ટલનો વધુમાં વધુ ઉપયોગ કરો લોકોનો જે કંઈ પણ સામાન ગયો છે. જે પૈસા ગયા છે કે મોબાઈલ ફોન ખોવાયા છે એ પરત અપાવવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરીશું.
Read Original Article →