તપાસ:એકલા રહેતા વૃદ્ધની ઘરમાંથી ફૂલેલી હાલતમાં લાશ મળી
રાજકોટના ગાંધીગ્રામ નજીક આવેલા રામેશ્વર પાર્ક વિસ્તારમાં એકલા રહેતા વૃદ્ધની ઘરમાંથી ફૂલેલી હાલતમાં લાશ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બાપા સીતારામ ચોક શેરી નં.2માં ભાડાના મકાનમાં રહેતા પ્રવીણચંદ્ર વલ્લભદાસ ઘાટલિયા એકલા રહેતા હતા. તેમના દીકરા નીપુલભાઈ કાલાવડ રોડ વિસ્તારમાં રહે છે. લિફ્ટ વગરના મકાનમાં ચડ-ઉતર કરવામાં તકલીફ પડતી હોવાથી વૃદ્ધ માટે અલગ ભાડાનું મકાન રાખવામાં આવ્યું હતું. દરમિયાન મકાનના ઘરધણી શનિવાર-રવિવારે સોમનાથ ગયા હતા. આ દરમિયાન પ્રવીણચંદ્રભાઈ ઘરે એકલા હતા. આશંકા છે કે તેમને અચાનક હાર્ટએટેક આવ્યો હોય અથવા બેભાન થઈ જતાં મોત નીપજ્યું હોય. બે દિવસ સુધી મૃતદેહ ઘરમાં પડ્યો રહેતા શરીર ફુલાઈ ગયું હતું અને દુર્ગંધ ફેલાઈ હતી. યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
Read Original Article →