લ્યો બોલો પેટ્રોલ-ડિઝલ બચાવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના VC 800 મીટર ચાલ્યાં!:રજીસ્ટ્રાર સિટી બસમાં આવ્યા, PM મોદીની અપીલ બાદ યુનિવર્સિટીમાં સોમવારે 'નો વ્હીકલ ડે' જાહેર

Gujarat5/25/2026, 8:09:58 AM
લ્યો બોલો પેટ્રોલ-ડિઝલ બચાવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના VC 800 મીટર ચાલ્યાં!:રજીસ્ટ્રાર સિટી બસમાં આવ્યા, PM મોદીની અપીલ બાદ યુનિવર્સિટીમાં સોમવારે 'નો વ્હીકલ ડે' જાહેર
દેશમાં પેટ્રોલ અને ડીઝલના બધા ભાવ અને અછતના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઇંધણનો ઓછો ઉપયોગ કરવા અપીલ કરી છે. જેના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દર સોમવારે નો વ્હીકલ ડે નો પરિપત્ર કર્યો છે. જેની અમલવારીરૂપે કુલપતિ ડૉ.ઉત્પલ જોશી પોતાના બંગલાથી પગપાળા યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા તો કુલસચિવ ડૉ. અજયસિંહ જાડેજા સિટી બસમાં આવ્યા હતા. આજે કુલપતિ ડૉ. ઉત્પલ જોશી પોતાના બંગલાથી 800 મીટર પગપાળા કરીને પોતાની ઓફિસ ખાતે પહોંચ્યા હતા. યુનિવર્સિટી કેમ્પસ પરના અધિકારીઓ અને કર્મચારીઓમાંથી મોટાભાગના ફોર વ્હીલર અને ટુ વ્હીલર લઈને આવ્યા હતા તો કેટલાક ઇલેક્ટ્રિક વાહન લઈને પહોંચ્યા હતા. દર સોમવારે 'નો વ્હીકલ ડે'નો પરિપત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે, આ એક વૈશ્વિક સમસ્યા છે અને દરેક દેશ ઓછા વતા અંશે તેનાથી પ્રભાવિત થયો છે. વર્તમાન પરિસ્થિતિમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અપીલ કરી છે જે અપીલમાં આહુતિ આપવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ દર સોમવારે નો વ્હીકલ ડે એ પ્રકારનો પરિપત્ર કર્યો છે. જેના ભાગરૂપે આજે હું પગપાળા આવ્યો છું. 'હાલની પરિસ્થિતિમાં ઈંધણનો બચાવ જ એક ઉપાય છે' તેમણે જણાવ્યું કે, ઘણી વખત એવું થાય કે દૂર દૂર રહેતા કર્મચારીઓને પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા ન મળે તો એક બે દિવસમાં તેઓ પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા શોધીને તેમાં જ યુનિવર્સિટી આવવાનું રાખે તેવું બને. આ વૈશ્વિક સમસ્યા કેટલી ચાલશે તે આપણને ખબર નથી પરંતુ આ એક અપીલ છે. જેથી હાલની પરિસ્થિતિમાં ઈંધણનો બચાવ એ જ એક તેનો ઉપાય છે. 140 કરોડની જનતા માત્ર એક દિવસ નો વ્હીકલ ડે અથવા કાર પુલિંગ કે બીજા કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરશે તો મારા ખ્યાલથી તેનો એક મોટો પ્રભાવ પડશે. રજીસ્ટ્રાર સિટી બસમાં યુનિવર્સિટી પહોંચ્યા હતા જોશીએ વધુમાં કહ્યું કે, ઈલેક્ટ્રીક વ્હીકલ એ પેટ્રોલ અને ડીઝલને બચાવવા માટે સારો વિકલ્પ છે. જેથી જે કર્મચારીઓ પાસે EV કાર કે ટુ વ્હીલર છે તે તેનો ઉપયોગ કરે. જ્યારે માટે અહીં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે જ ઈલેક્ટ્રીક સીટી બસ આવે છે જેથી તેનો ફાયદો થઈ રહ્યો છે. આ ઉપરાંત રજીસ્ટ્રાર અજયસિંહ જાડેજા પોતાના ઘરેથી સિટી બસમાં યુનિવર્સિટી પહોંચ્યા હતા. 'એનર્જીનો દૂર ઉપયોગ ન કરીએ તે સારું છે' જ્યારે યુનિવર્સિટી પર ઇલેક્ટ્રિક કાર લઈને પહોંચેલા ઈન્કયુબેસન સેન્ટરના IPR (ઇન્ટલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ) ચેર પ્રોફેસર પાર્થ સેજપાલે જણાવ્યું હતું કે, મોદી સાહેબે જે અપીલ કરી છે તેના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ દ્વારા પરિપત્ર આપવામાં આવ્યો છે કે ઘર સોમવારે પગપાળા, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી અથવા એનર્જીનો દૂર ઉપયોગ ન થાય તે રીતે આવવાનો પરિપત્ર કર્યો છે. જેથી આજના દિવસે હું ઈલેક્ટ્રિક કાર લઈને યુનિવર્સિટીએ આવ્યો છું. પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કરશો તો ઘણા બધા ટ્રાન્સપોર્ટ બંધ થઈ જશે. હાલ જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ મોંઘી થઈ છે ત્યારે એનર્જીનો દૂર ઉપયોગ ન કરીએ તે સારું છે.
Read Original Article →