સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવને NSUI એ ઝાલમૂડી, મેલોડી આપી:વર્ષ 2019 માં કોરોના કાળમાં પ્રવેશ મેળવેલા નાપાસ વિદ્યાર્થીઓને પાસ થવાની છેલ્લી તક આપવા માંગણી, રજૂઆત બાદ યુનિવર્સિટીએ પરીક્ષાનો પરિપત્ર બહાર પાડ્યો

Gujarat5/27/2026, 7:54:41 AM
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવને NSUI એ ઝાલમૂડી, મેલોડી આપી:વર્ષ 2019 માં કોરોના કાળમાં પ્રવેશ મેળવેલા નાપાસ વિદ્યાર્થીઓને પાસ થવાની છેલ્લી તક આપવા માંગણી, રજૂઆત બાદ યુનિવર્સિટીએ પરીક્ષાનો પરિપત્ર બહાર પાડ્યો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં NSUI દ્વારા આજે અનોખી રીતે રજૂઆત કરવામાં આવી હતી. વર્ષ 2019 માં કોરોના કાળ દરમિયાન પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ એક કે બે વિષયમાં નાપાસ થતા પાસ થવા માટે છેલ્લી તક આપવામાં ન આવતા કુલપતિની ગેરહાજરીમાં વિરોધ પ્રદર્શન કરતા કાર્યકર્તાઓએ કુલસચિવને ઝાલમૂડી અને મેલોડી આપવામાં આવી હતી. જોકે આ સમયે કુલસચિવે વર્ષ 2019 માં એનરોલ થયેલા વિદ્યાર્થીઓને છેલ્લી પરીક્ષાની તક માટેનો નિર્ણય ગઈકાલે મંગળવારે લેવાઈ ગયો હોવાનુ નિવેદન આપ્યુ હતુ. આ રજૂઆત બાદ યુનિવર્સિટી દ્વારા વર્ષ 2019ના વિદ્યાર્થીઓની પરીક્ષા માટેનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. નરેન્દ્ર સોલંકીએ જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વહીવટી ખાતે ગયો હોય તેવા પ્રકારનું ચિત્ર સામે આવ્યું છે. યુનિવર્સિટીના કુલપતિને અમે અગાઉ ત્રણ વખત રજૂઆત કરેલી છે કે કોરોનાની મહામારીના કારણે વર્ષ 2019 માં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ એક કે બે વિષય વિષયમાં નાપાસ થયા છે. તેઓ ગ્રેજ્યુએશન પૂર્ણ કરી શક્યા નથી. જેથી તેઓને એક મોકો આપવા માટેની રજૂઆત છે. ભૂતકાળમાં વર્ષ 2011 થી 2018 સુધી પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને એક તક આપવામાં આવી હતી પરંતુ આ વિદ્યાર્થીઓને એક મોકો આપવામાં આવ્યો નથી. યુનિવર્સિટી દ્વારા અગાઉ આશ્વાસન આપવામાં આવ્યું હતું કે વર્ષ 2019 ના વિદ્યાર્થીઓને પાસ થવાની છેલ્લી તક આપવામાં આવશે. આ ઉપરાંત સમયસર પરિણામ જાહેર થતા નથી. જેથી મોદી સાહેબે કહ્યું છે તેમ ઝાલમૂડી અને મેલોડી ખવડાવવા આવ્યા છીએ. જોકે કુલપતિ હાજર ન હોવાથી કુલસચિવ ડૉ. અજયસિંહ જાડેજાને ઝાલમૂડી અને મેલોડી આપી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન કુલસચિવ અજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, NSUI ની રજૂઆત છે કે વર્ષ 2019 ના વિદ્યાર્થીઓ કે જેઓ કોરોના કાળ દરમિયાન મેક્સિમમ એટેમ્પ્ટમાં પણ પરીક્ષા આપી શક્યા નથી તેઓને પરીક્ષા આપવા દેવામાં આવે. જે બાબતે ગઈ કાલે જ કુલપતિ દ્વારા નિર્ણય લઈ લેવામાં આવ્યો છે ટૂંક સમયમાં પરિપત્ર બહાર પાડી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. જ્યારે પરિણામ જાહેર થવાની વાત છે તો અમારી પહેલી પ્રાયોરિટી સેમેસ્ટર 6 ના વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવાની છે. એમાં એક કે બે ફેકલ્ટીના જ પરિણામો જાહેર થયા નથી બાકી બધા પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. હવે બાકી રિઝલ્ટ છે તે એક અઠવાડિયામાં બહાર પાડી દઈશું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓના ભાવિ સાથે જોડાયેલા ગંભીર પ્રશ્નો તરફ દોરવા માંગીએ છીએ. યુનિવર્સિટીના વહીવટી તંત્રની નિષ્ક્રિયતા અને અસ્પષ્ટ નીતિઓને કારણે વિદ્યાર્થીઓ અત્યારે ભારે મશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જે અંગે અમારી મુખ્ય બે માંગણીઑ નીચે મુજબ છે. 1. વર્ષ 2019ના વિદ્યાર્થીઓને 'સ્પેશિયલ ટ્રાયલ' આપવું : જે વિદ્યાર્થીઓએ વર્ષ 2019માં ગ્રેજ્યુએશન અથવા માસ્ટર કોર્સમાં એડમિશન લીધેલું છે પરંતુ ક્યાંક ને ક્યાંક વિધાર્થીઓને કોરોના જેવી મહામારીનો સામનો કરવામાં અભ્યાસ પૂર્ણ ન થઈ શક્યો હોય તેવા અનેક વિદ્યાર્થીઓ માત્ર 1 કે 2 વિષયમાં નાપાસ થવાને કારણે પોતાની ડિગ્રી પૂર્ણ કરી શકયા નથી. આ એક કે બે વિષય માટે પોતાનું ગ્રેજ્યુએશન અથવા તો માસ્ટર પૂર્ણ ના કરી શક્યા ન હોઈ અને હવે 5 વર્ષ વીતી ગયા હોવાથી હવે તેઓ પરીક્ષા ફોર્મ ન ભરી શકે તેવા વિદ્યાર્થીઓને ફરી એકવાર પરીક્ષા આપવાનો મોકો યુનિવર્સિટી દ્વારા આપવામાં આવે તેવી અમારી રજૂઆત છે. 2019 ના વિધાર્થીઓને પણ તક આપવામાં આવે. 2. પરિણામોમાં ચાલતી ઘોર બેદરકારી અને અનિયમિતતા બંધ કરવા યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં લેવાયેલી વિવિધ પરીક્ષાઓના પરિણામોમાં મોટાપાયે અનિયમિતતાઓના કારણે વિદ્યાર્થી આલમમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. યુનિવર્સિટીના સતાધીશો દ્વારા વારંવાર એવું આશ્વાસન આપવામાં આવે છે કે પરિણામ 45 દિવસમાં જાહેર કરી આપવામાં આવશે પરંતુ અત્યારે વર્તમાનમાં ઘણા એવા કોર્ષની પરીક્ષાઓ લેવાઈ ચૂકી છે જેના 3 મહિનાથી પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી પરિણામ જાહેર કરવામાં આવ્યા નથી. જે યુનિવર્સિટી તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે. આવા અસાધારણ વિલંબના કારણે હજારો તેજસ્વી વિદ્યાર્થીઓનું આગળનું શૈક્ષણિક વર્ષ અને નોકરીની તકો જોખમમાં મુકાઈ રહ્યા છે. 2019ની બેચના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા અગાઉ પણ અમારા દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં સતાધીશો દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવેલ નથી તેમજ નિયમ અનુસાર તમામ પરિણામો તાત્કાલિક અને ક્ષતિરહિત જાહેર કરવામાં આવે, પેપર ચકાસણી પ્રક્રિયા વધુ પારદર્શક બને અને વિદ્યાર્થીઓની ફરિયાદોના ત્વરિત નિકાલ માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવે, આ બંને મુદે વિદ્યાર્થીઓના હિતમાં ત્વરિત અને તાત્કાલિક ધોરણે સકારાત્મક નિર્ણય લેવામાં આવે.
Read Original Article →