સૌરાષ્ટ્રને મળી ઓખા-તિરુપતિ નવી ટ્રેન:હવે ટ્રેનમાં બેસો અનેસીધા તિરુપતિ બાલાજી પહોંચો, રાજકોટથી દર મંગળવારે ઉપડશે

Gujarat5/13/2026, 12:00:00 AM
ભારતની પશ્ચિમ દિશાના છેવાડે આવેલી દ્વારકા નગરી અને દક્ષિણના પ્રસિદ્ધ તીર્થધામ તિરુપતિ બાલાજી વચ્ચે રેલવે કનેક્ટિવિટીનો નવો અધ્યાય શરૂ થયો છે. ઓખા રેલવે સ્ટેશનથી ‘ઓખા-તિરુપતિ સાપ્તાહિક એક્સપ્રેસ’ને લીલી ઝંડી બતાવીને સિગ્નલ આપવામાં આવ્યું હતું. રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) ગિરિરાજ કુમાર મીનાએ આ પ્રસંગે તમામ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકાથી દક્ષિણ ભારત તરફ જતી આ નવી ટ્રેન સેવાને કારણે શ્રદ્ધાળુઓને ફાયદો થશે અને વેપાર તેમજ પર્યટન ક્ષેત્રે ઉછાળો આવશે. રાજ્યના મુખ્ય શહેરો સહિત 40થી વધુ સ્ટોપેજ આ ટ્રેન જામનગર, રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત જેવા ગુજરાતના મુખ્ય શહેરોમાં ઊભી રહેશે. આ ઉપરાંત, મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશના મહત્ત્વના સ્ટેશનો જેમ કે નાંદેડ, નિઝામાબાદ અને કડપા થઈને તિરુપતિ પહોંચશે. સમયપત્રક પર એક નજર | દર સોમવારે ઓખાથી થશે પ્રસ્થાન મુસાફરોને શું ફાયદો થશે 1. સીધી કનેક્ટિવિટી | હવે સૌરાષ્ટ્રના શ્રદ્ધાળુઓએ તિરુપતિ જવા માટે મુંબઈ કે અન્ય સ્ટેશનો પર ટ્રેન બદલવાની જરૂર નહીં પડે. 2. સમય અને નાણાંની બચત | ડાયરેક્ટ ટ્રેનને કારણે મુસાફરીનો સમય ઘટશે અને કનેક્ટિંગ ટ્રેનના વધારાનો ખર્ચ બચશે. 3. વેપારી માર્ગો | હૈદરાબાદ (કાચીગુડા), નિઝામાબાદ અને નાંદેડ જેવા મુખ્ય વેપારી મથકો સાથે સીધો સંપર્ક સ્થાપિત થશે. 4. સુવિધા | ACથી લઈને જનરલ કોચની વ્યવસ્થા હોવાથી મધ્યમ અને શ્રમિક વર્ગના મુસાફરો પણ સસ્તા દરે મુસાફરી કરી શકશે.
Read Original Article →