મિત્રોના ત્રાસથી કંટાળી સરધારના ખેડૂતનો આપઘાત:કૂતરા સાથે જબરદસ્તી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરાવી ફોટા વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપતા, સ્યુસાઇડ નોટમાં બે મિત્રો સહિત છ સામે ગંભીર આક્ષેપ

Gujarat6/5/2026, 8:26:36 AM
મિત્રોના ત્રાસથી કંટાળી સરધારના ખેડૂતનો આપઘાત:કૂતરા સાથે જબરદસ્તી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરાવી ફોટા વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપતા, સ્યુસાઇડ નોટમાં બે મિત્રો સહિત છ સામે ગંભીર આક્ષેપ
​રાજકોટ નજીક સરધાર ગામે રહેતા અને ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા 50 વર્ષીય પ્રોઢ હરિભાઈ રાજાભાઈ જાદવનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. હરિભાઈ પોતાની બાળપર ગામે આવેલી વાડીએ ગયા બાદ મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા, તેમના બંને પુત્રો મયુર અને શૈલેષ વાડીએ તપાસ કરવા પહોંચ્યા હતા ત્યાં જઈને જોતાં પિતા હરિભાઈ વાડીમાં બેભાન હાલતમાં પડ્યા હતા જેથી પરિવારે તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા. આ ચોંકાવનારી ઘટનાની જાણ થતાં આજીડેમ પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા તજવીજ હાથ ધરી હતી. સમગ્ર મામલે મૃતક પ્રોઢના પુત્ર મયુરે પોલીસ સમક્ષ પિતાના મોત અંગે અત્યંત ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. મયુરે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, હરિપર ગામનો રવજી ગોબર સોઢા અને બાળપર ગામનો નરેશ લાખા સોઢા, તેના પિતા હરિભાઈના મિત્રો હતા, તેમણે અન્ય સાગરીતો સાથે મળીને પિતાને માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો હતો. આરોપીઓએ હરિભાઈને વાડીએ નગ્ન કરી, તેમના વાંધાજનક ફોટા અને વીડિયો પાડી લીધા હતા. આ ફોટા-વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને અગાઉ 20,000 રૂપિયા પડાવી લીધા હતા. આટલાથી ન અટકતા આરોપીઓ વારંવાર પિતા પાસે વધુ નાણાંની માંગણી કરીને સતત ધાક-ધમકીઓ આપતા હતા. ​પુત્રએ વધુમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, પિતા જ્યારે રાત્રિના સમયે વાડીએ પાણી વાળવા જતા ત્યારે આરોપીઓ ત્યાં આવીને તેમની સાથે મારપીટ કરતા હતા. હદ તો ત્યારે થઈ જ્યારે આરોપીઓએ પિતા હરિભાઈને વાડીએ બોલાવી, ડરાવી-ધમકાવીને કૂતરા સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું શારીરિક સંબંધ બાંધવાનું કુદરત વિરોધી કૃત્ય કરવા મજબૂર કર્યા હતા. આ અત્યંત શરમજનક અને ઘૃણાસ્પદ કૃત્યનો વીડિયો પણ આરોપીઓએ પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી લીધો હતો. ગઈકાલે મયુર પર આરોપી નરેશનો ફોન આવ્યો હતો અને તેણે ધમકીભર્યા સ્વરમાં કહ્યું હતું કે, “તારા પિતા પાસેથી અમે પૈસા માંગીએ છીએ, તે પૈસા તું આપી દેજે.” બનાવ અંગે જાણ થતા આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એન.પટેલ સહીત સ્ટાફ હોસ્પિટલ પહોંચી મૃતદેહને ફોરેન્સિક પોસમોર્ટમ અર્થે ખસેડી સ્યુસાઇડ નોટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. જો કે મૃતકના શરીરે કોઈ ઇજાના નિશાન જોવા ન મળતા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. હરિભાઈની સ્યુસાઇડ નોટમાંથી ખૂલ્યું બ્લેકમેઇલિંગનું 'રાઝ' ​મૃતક હરિભાઈએ મોત વહાલું કરતા પહેલા લખેલી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે, જેમાં તેમણે પોતાની આપવીતી વર્ણવતા ગંભીર આક્ષેપો કર્યા છે. સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે, "મને રવજી અને નરેશ અવારનવાર ખૂબ જ હેરાન પરેશાન કરે છે. તેઓ રાત્રિના સમયે ચા-પાણી પીવાના બહાને વાડીએ બોલાવી, મને નગ્ન કરી, કૂતરાઓ સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરાવી મારા સેક્સી વીડિયો બનાવી લે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને તેઓ મારી પાસે સતત પૈસાની પઠાણી ઉઘરાણી કરે છે. હું આ લોકોના અસહ્ય ત્રાસ અને બદનામીથી કંટાળી ગયો છું, તેથી આપઘાત કરું છું." વધુમાં નોટમાં ઉલ્લેખ છે કે આ કાળા કરતુતમાં રવજી અને નરેશ સિવાય બીજા ચાર અજાણ્યા લોકો પણ સામેલ છે.
Read Original Article →