રાજકોટમાં ભાભીને લગ્નની લાલચ આપી કૌટુંબિક દિયરે દુષ્કર્મ આચર્યું:ગર્ભવતી થતા અમદાવાદ લઈ જઈ હોટલમાં ફરી દેહ પીંખ્યો, બાળક મારૂં છે કે નહીં કેમ ખબર પડે તેમ કહી તરછોડી
રાજકોટ શહેરના સામા કાંઠા વિસ્તારમાં પરિણીતાને લગ્ન કરવાનું કહી કૌટુંબિક દિયરે અવારનવાર દુષ્કર્મ ગુજાર્યો હતો. સાસરિયાના ત્રાસથી કંટાળેલી પરિણીતાને ભગાડી અમદાવાદ લઈ જઈ હોટેલમાં પણ હવસખોરે બે દિવસ સુધી પોતાની હવસ સંતોષી હતી. આ દરમિયાન પરિણીતા ગર્ભવતી પણ બની હતી. જે બાદ આ બાળક મારૂં છે કે નહિ તે કેમ ખબર પડે કહી હવસખોરે પરિણીતાને તરછોડી દીધી હતી. હાલ બી ડિવિઝન પોલીસે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરિણીતાના વર્ષ 2021માં લગ્ન થયા હતા
રાજકોટ શહેરના સંતકબીર રોડ પર માવતરે રહેતી પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં હવસખોર તરીકે કૌટુંબિક દિયરનું નામ આપી જણાવ્યું હતું કે, તેણીના લગ્ન વર્ષ 2021માં કુવાડવા રોડ પર રહેતા યુવાન સાથે જ્ઞાતીના રીત રિવાજ મુજબ થયા છે. તેઓને સંતાનમા એક દીકરી છે જેનો જન્મ પાંચ દિવસ પહેલા થયેલ છે. લગ્નના એક વર્ષ સુધી સાસરિયાએ સારી રીતે રાખી હતી. બાદમાં સાસરીયા માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતા હતા. સાસુ નાની-નાની વાતમાં મેણા-ટોણા મારતા અને પતિને વિરૂદ્ધમાં ચડામણી કરતા જેથી પતિ મારકૂટ કરતા હતા જેના કારણે સતત તણાવમાં રહેવા લાગી હતી. પિયરમાં કોઇ દુ:ખી ન થાય એટલે કોઈને વાત કરી ન હતી. 'ભાભી તમે ચિંતા ન કરો, હું તમારી સાથે છું'
લગ્ન બાદ પતિનો કૌટુંબિક ભાઈ અવારનવાર ઘરે આવતો હોય જેથી તેની સાથે ઓળખાણ થઇ હતી. દરમિયાન આરોપીએ એક દિવસ પૂછ્યું કે, ભાભી તમે કેમ રડો છો? જેથી તેને આખી વાત કરી હતી બાદ કહ્યું કે, ભાભી તમે ચિંતા ન કરો, હું તમારી સાથે છું. ત્યારબાદ મોબાઈલ નંબરની આપલે કરી હતી. જે પછી બન્ને વચ્ચે વોટ્સઅપમાં વાતચીત થતી હતી. તે હંમેશા વિશ્વાસ અપાવતો અને કહેતો કે, હું તમારી સાથે છું અને તમારી સાથે કાયમ રહીશ. એક દિવસ તેણે કહ્યું કે, ભાભી તમે તમારા પતિને છોડી કેમ નથી દેતા? તો તેને કહ્યું કે, હું તેને છોડીને જાવ ક્યાં ત્યારે આરોપીએ કહ્યું કે, મને તમે ગમો છો અને તમે જો તમારા પતિને છોડી દેશો તો હું તમારી સાથે લગ્ન કરીશ. બળજબરી પૂર્વક મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા
સાસરિયાના ત્રાસથી કંટાળી ગઈ હતી અને આરોપીએ વિશ્વાસ આપ્યો હોવાથી તેને કહ્યું કે, તું મારી સાથે હોય તો આપણે લગ્ન કરી લેશું. બાદ 9 મહિના પહેલા એક દિવસ આરોપી ઘરે આવ્યો હતો. તે દિવસે ઘરે કોઇ હતું નહીં ત્યારે આરોપીએ શારીરિક સંબંધ બાંધવાની માગણી કરતાં તેને કહ્યું કે, આ વાત ખોટી છે આપણે લગ્ન કર્યા પછી શારીરિક સબંધ બાંધીશું. ત્યારે આરોપીએ કહ્યું કે, તું કેમ ચિંતા કરે છે, હું તારી સાથે લગ્ન કરવાનો જ છું અને મારા પપ્પા સાથે પણ વાતચીત કરી છે તેમ કહી તેણે બળજબરી પૂર્વક મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. લગ્ન કરવાના છે કહી અમદાવાદ ભગાડી ગયો હતો
તે લગ્ન કરવાનું કહેતો હોય જેથી આ બાબતની કોઈને જાણ કરી ન હતી. ત્યારબાદ અવારનવાર તે બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધતો અને હંમેશા લગ્ન કરવાનો વિશ્વાસ અપાવતો હતો. આ દરમિયાન તેણીના પતિ પણ સાથે શારીરિક સંબંધમાં રહેતા હતા. વધુમાં પરિણીતાએ જણાવ્યું હતું કે, અંદાજે નવ મહિના પહેલા તેણી ગર્ભવતી થઇ હતી. જે વાત આરોપીને કરતા તેણે ટૂંક સમયમાં ભાગી લગ્ન કરી લઇશું તેમ જણાવ્યું હતું. ત્રણ મહિના બાદ એક દિવસ કહ્યું કે, મારે તારી સાથે લગ્ન કરવા છે, હવે આપણે ભાગી જઇએ. તે સમયે તેણીએ કહ્યું કે, તું મને છોડી તો નહી દેને? તો આરોપીએ આજીવન સાથે રહીશ તેવો વિશ્વાસ આપ્યો હતો અને આરોપી અમદાવાદ ખાતે ભગાડી લઇ ગયો હતો. જ્યાં બંને ઇસ્કોન ચાર રસ્તા પાસે એક હોટેલમાં બે દિવસ રોકાયા હતા. હોટેલમાં પણ તેણી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. બે દિવસ બાદ આરોપીના પિતા તથા સંબંધીઓ હોટેલમાં આવી ગયા અને પરત રાજકોટ લઇ આવ્યા હતા. પોલીસે ફરિયાદ નોંધી આરોપી દિયરની શોધખોળ હાથ ધરી
રાજકોટ આવ્યા બાદ પતિએ તેણીને અપનાવાની ના પાડતા નાના-નાનીના ઘરે મોકલી દીધી હતી. જ્યાથી માતા-પિતાના ઘરે જતી રહી હતી. બાદ તેણીએ આરોપી સાથે રહેવાની ઈચ્છા દર્શાવતા પરિજનોએ આરોપીને ઘરે બોલાવ્યો હતો તે સમયે આરોપીએ કહ્યું કે, હું તને લઇ જવા માંગતો નથી. જેથી તેને કહ્યું કે, તો તે મને શા માટે વિશ્વાસ અપાવ્યો હતો આવું પૂછતા બધા વચ્ચે કહ્યું કે, તારા પેટમાં રહેલું બાળક મારૂં છે કે નહીં તે કેમ ખબર પડે. મારે હવે તું જોતી નથી. આ પછી ગત તા.26ના રોજ દીકરીનો જન્મ થયો હતો. જે બાદ પણ આરોપી તેણીને કે બાળકને અપનાવવા તૈયાર નહિ થતાં અંતે મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. હાલ પરિણીતાની ફરિયાદ પરથી બી ડિવિઝન પોલીસની ટીમે ગુનો નોંધી હવસખોર દિયરની શોધખોળ હાથ ધરી છે.
Read Original Article →