મહિલા મિત્ર સાથે વાત કરે એમાં તને શું વાંધો?:પરિણીતાએ અન્ય સ્ત્રી સાથે સબંધોનો વિરોધ કરતા પતિએ ત્રાસ આપવાનું શરૂ કર્યું, સાસરિયાઓ સામે ફરિયાદ દાખલ

Gujarat4/9/2026, 3:42:51 PM
મહિલા મિત્ર સાથે વાત કરે એમાં તને શું વાંધો?:પરિણીતાએ અન્ય સ્ત્રી સાથે સબંધોનો વિરોધ કરતા પતિએ ત્રાસ આપવાનું શરૂ કર્યું, સાસરિયાઓ સામે ફરિયાદ દાખલ
રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે રહેતી 35 વર્ષીય પરિણીતાએ પતિના અન્ય મહિલા સાથેના પ્રેમ સંબંધો અને સાસરિયાંઓના શારીરિક-માનસિક ત્રાસથી કંટાળી યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. અન્ય સ્ત્રી સાથે વાત કરવાની મનાઈ કરતા ઉશ્કેરાયેલા પતિએ રકાબીનો છૂટો ઘા મારી પરિણીતાને ઈજા પહોંચાડતા તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગત 7 એપ્રિલ 2026ના રોજ બનેલી આ ઘટના બાદ પોલીસે પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લગ્નના છ મહિના બાદ પતિનો અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ વર્ષ 2021માં ગૌરવ વિજયભાઈ દાસાણી સાથે લગ્ન ગ્રંથિથી જોડાયેલા પૂજાબેનને લગ્નના છ મહિના બાદ જ પતિના અન્ય મહિલા સાથેના વોટ્સએપ અને ફોન દ્વારા સંપર્ક હોવાની જાણ થઈ હતી. આ બાબતે વિરોધ કરતા પતિએ અવારનવાર શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જ્યારે આ અંગે પોરબંદર સ્થિત સાસુ હીનાબેન અને સસરા વિજયભાઈને જાણ કરવામાં આવી, ત્યારે તેમણે પુત્રનો પક્ષ લઈને પૂજાબેનને જ ચૂપ રહેવા દબાણ કર્યું હતું. પતિએ ઉશ્કેરાઈને ગાળો આપી હિંસક હુમલો કર્યો પૂજાબેન ગર્ભવતી હતા ત્યારે અને પુત્રના જન્મ બાદ પણ સાસરી પક્ષ દ્વારા માનસિક સતામણી ચાલુ રહી હતી. સાસુ હીનાબેન ઘરકામ બાબતે મેણા-ટોણા મારીને "આ ફ્લેટ અમારા નામનો છે, તું અહીંથી નીકળી જા" કહીને માનસિક દબાણ લાવતા હતા. વિવાદ ત્યારે વકર્યો જ્યારે પૂજાબેને પુત્રના ભવિષ્ય માટે સાસુ-સસરાને સાથે રહેવા આવવા બાબતે પતિ સાથે ચર્ચા કરી, જેનાથી ઉશ્કેરાઈને ગૌરવભાઈએ ગાળો આપી હિંસક હુમલો કર્યો હતો. પોલીસે પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ ગુનો નોંધ્યો હુમલામાં ડાબા ગાલ અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ થતા હાલ પૂજાબેને પિતાના ઘરે આશરો લીધો છે. યુનિવર્સિટી પોલીસે આ મામલે આરોપી પતિ ગૌરવ, સાસુ હીનાબેન અને સસરા વિજયભાઈ વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
Read Original Article →