દેશી દારૂ અહીંયા મળે છે ના બેનર સાથે વિરોધ:રાજકોટના વોર્ડ નંબર 1માં દેશીદારૂના અડ્ડાથી ત્રસ્ત લોકોએ રાજકીય પક્ષોને સોસાયટીમાં ન પ્રવેશવા બેનર લગાવ્યા

Gujarat4/9/2026, 6:53:22 AM
દેશી દારૂ અહીંયા મળે છે ના બેનર સાથે વિરોધ:રાજકોટના વોર્ડ નંબર 1માં દેશીદારૂના અડ્ડાથી ત્રસ્ત લોકોએ રાજકીય પક્ષોને સોસાયટીમાં ન પ્રવેશવા બેનર લગાવ્યા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે દેશી દારૂનો મુદ્દો ઉછળ્યો છે. રાજકોટના વોર્ડ નંબર 1માં ઋષિ વાટિકા સોસાયટીના રહેવાસીઓ દ્વારા દેશી દારૂની પોટલી આ તરફ મળે છે ના બેનર લગાવવામાં આવ્યા છે અને રાજકીય પક્ષોએ આ વિસ્તારમાં પ્રવેશ ન કરવા વિનંતી સાથે ના બેનર લગાવવામાં આવ્યા છે કારણ કે ઋષિવાટિકા સોસાયટીથી આગળ રૈયા ધાર વિસ્તારમાં ઝુપડપટ્ટી અને ખુલ્લા પટ્ટમાં દેશી દારૂ વેચાતો હોવાથી વિસ્તારના લોકો ત્રસ્ત થઇ ગયા છે. વિસ્તારના લોકોનો આક્ષેપ છે કે છેલ્લા 22 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ રાત્રીના 8 વાગ્યા પછી દેશી દારૂ પી અને દારૂડિયાઓ ત્રાસ ગુજરી રહ્યા છે બહેન દીકરીઓ અહિયાંથી નીકળી શકતા નથી અનેક વખત રજુઆત કરી આમ છતાં કોઈ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી. આ વખતે અમે નિર્ણય કર્યો છે કે અમારી સમસ્યા નિરાકરણ નહિ થાય તો અમે ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું. રાજકોટ શહેરના ઋષિવાટિકા સોસાયટીમાં રહેતા નયનાબેન ઘનશ્યામભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અમે અહીંયા 22 વર્ષથી રહીએ છીએ. આ વિસ્તારમાં ગંદકી સ્વચ્છતાનો પ્રશ્ન તો છે જ આ ઉપરાંત અમને નડતર રૂપ એક મોટો પ્રશ્ન છે દેશી દારૂના અડ્ડા અમારા ઘરની શેરીમાંથી બહાર નીકળી એટલા રાત્રીના 8 વાગ્યે દારૂડિયાઓ રસ્તા પર સુતા હોય છે ગાળો બોલતા હોય છે. આ વાતથી અમે થાકી ગયા છીએ અમે અનેક વખત રજૂઆતો કરી ચુક્યા છીએ પોલીસને પણ રજુઆત કરી છે અને નેતાઓને પણ રજુઆત કરી છે કોઈ સમસ્યાનો ઉકેલ આવતો નથી. અમે નક્કી કર્યું છે કે આ વખતે અમારી સમસ્યા હલ નહિ આવે તો આ વખતે અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું. પુષ્પાબેન રાઠોડએ જણાવ્યું હતું કે, ઋષિવાટિકા સોસાયટીમાં અમે રહીએ છીએ અમારે અહીંયા દારૂડિયાનો ત્રાસ છે 22 વર્ષથી અમે આ વિસ્તારમાં રહીએ છીએ. અનેક વખત રજૂઆતો કરી ચુક્યા છીએ કોઈ સાંભળતું નથી. અમારા ઘરની બહેન દીકરીઓ દીકરા વહુ કોઈ નીકળી શકતા નથી. જયારે લાભુબેન ગોંડલીયા નામના વૃધ્ધાએ જણાવ્યું હતું કે, અમે 23 વર્ષથી અહીંયા રહીએ છીએ. રોડ રસ્તા સહીત તમામ પ્રશ્નો આ ને આજ છે કોઈ સમસ્યા હલ થઇ નથી. અમારા દીકરા દીકરીઓ મોટા થઇ ગયા છે અમારે ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઇ ગયું છે. અમારી અનેક વખતની રજૂઆતો છે અમને કોઈ સાંભળતું નથી માટે આમાં અમારે મત કેવી રીતે આપવો એ નથી સમજાતું હવે અમે મત નહિ આપીએ એવું બધા લોકોએ સાથે મળીને નક્કી કર્યું છે.
Read Original Article →