ઘર ખુલ્લું મૂકી પડોશમાં બેસવા જવું મહિલાને ભારે પડ્યું:માત્ર બે કલાકમાં સગીરાએ રૂ.11 લાખના દાગીના પર હાથ સાફ કર્યો, પોલીસે ગણતરીની કલાકોમાં મુદ્દામાલ રિકવર કર્યો

Gujarat4/3/2026, 6:56:04 PM
ઘર ખુલ્લું મૂકી પડોશમાં બેસવા જવું મહિલાને ભારે પડ્યું:માત્ર બે કલાકમાં સગીરાએ રૂ.11 લાખના દાગીના પર હાથ સાફ કર્યો, પોલીસે ગણતરીની કલાકોમાં મુદ્દામાલ રિકવર કર્યો
રાજકોટ શહેરમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. રોલક્ષ રોડ પર સરદાર ચોક પાછળ સત્યમપાર્ક શેરી નંબર 2માં રહેતાં ઘનશ્યામભાઈ અરવિંદભાઈ ડોબરીયા (ઉં.વ.37)એ રાજકોટમાં અલગ-અલગ જગ્યાએ ગાડીની ફેરી કરી સાબુનો વેપાર કરે છે. ગઈ 1 એપ્રિલના રોજ બપોરના 3 વાગ્યા આસપાસ તેઓ સાબુનો વેપાર કરવા માટે ગયા હતાં. સાંજે 7 વાગ્યે ઘરે આવ્યા ત્યારે તેમની પત્ની પારૂલબેને જણાવ્યું કે, હું આપણી શેરીમાં બપોરના 4થી સાંજના 6 વાગ્યા સુધી બેઠી હતી, ત્યારે આપણા ઘરના દરવાજા ખુલ્લા હતાં. હું બહારથી આપણા ઘરમાં આવી ત્યારે દિવાલના ખુલ્લા કબાટમાં પડેલ પર્સ જોવા મળ્યું ન હતું, જેમાં મારા ઘરેણાં હતા. ઘરમાં તપાસ કરતા દાગીના ગાયબ હતા પર્સમાં આસરે ચાર તોલાનો એક સોનાનો હાર, બે તોલાનું એક મંગળસુત્ર, બે તોલાનો હાથમાં પહેરવાનો પોચો, બે સોનાની બુટી તથા એક સોનાનો ટીકો રાખ્યો હતો. જેથી કુલ રૂ. 10.80 લાખની કિંમતના 9 તોલા સોનુ કોઈ ઘરમાં ઘૂસી ચોરી કરી નાસી છૂટતાં ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન પોલીસને ચોંકાવનારી હકીકત મળી હતી કે, રૂ.10.80 લાખના દાગીના ચોરી કરનાર કોઈ રીઢો તસ્કર નહિ, પરંતુ 13 વર્ષની સગીરા છે. પોલીસે પાડોશી પાસેથી મુદ્દામાલ રિકવર કર્યો ફરિયાદીના ઘર નજીકમાં એક દંપતી 15 દિવસ પહેલા ભાડેથી રહેવા આવ્યું હતું. તેમને સંતાનમાં એક પુત્ર અને 13 વર્ષની પુત્રી છે. ફરિયાદી દંપતી ઘરે ન હતું, ત્યારે સગીરાએ ઘરમાં આવી દાગીના ભરેલ પર્સ લઈ નાસી છૂટી હતી. હાલ પોલીસે ચોરીમાં ગયેલ તમામ રૂ. 10.80 લાખનો મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →