રાજકોટના મંદિરો પર ફર્યું દાદાનું બુલડોઝર:8 હનુમાનજીની ડેરી સહીત કુલ 12 મંદિર તોડી પડાયા, મવડી મેઈન રોડ પર સ્થાનિકોએ વિરોધ કરતા 48 કલાકમાં નાનું બનાવી દેવા સૂચના
ગુજરાતમાં દાદાનું બુલડોઝર એ પ્રખ્યાત છે. રાજ્યના તમામ ખૂણે ખાચરે ગેરકાયદે દબાણો તોડી પાડવા માટે દાદાનું બુલડોઝ સક્રિય રહે છે. આજે રાજકોટમાં મોડી રાત્રે એક સાથે 12 જેટલા મંદિરો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. મંદિર બચાવવા સ્થાનિકોએ બોલાવી રામધૂન
આ દરમિયાન મવડી મેઈન રોડ પર સ્થાનિકો દ્વારા રસ્તા પર બેસી મંદિર બચાવવા રામધૂન બોલાવવામાં આવી હતી અને વહેલી સવારે 4 વાગ્યે અધિકારીઓ સાથે રકઝક કરી નડતર રૂપ ન હોવાનું કહી મંદિરને તોડવા દેવામાં આવ્યું ન હતું અને આ મંદિર આગામી 48 કલાકમાં નાનું બનાવી દેવા માટે ખાતરી આપતા આખું મંદિરના બદલે રસ્તા પરમાં ઓટામેં બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પોલીસના બંદોબસ્ત વચ્ચે PGVCL ટીમને સાથે રાખી સમગ્ર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઘર્ષણ ન થાય એ માટે પસંદ કરાયો રાત્રિનો સમય
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિકને અડચણ રૂપ અને રોડ રસ્તા પર આવતા નાના મંદિરો અને હનુમાનજીની ડેરી તોડી પાડવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. રાત્રિ દરમિયાન કોઈ મોટું ઘર્ષણ ન થાય આ માટે તંત્ર દ્વારા રાત્રીના સમયે ડિમોલિશન કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો અને સમગ્ર ડિમોલિશનની પ્રક્રિયા રાત્રે દોઢ વાગ્યાથી શરૂ કરી 5 વાગ્યા સુધી ચાલી હતી. આ માટે તંત્ર દ્વારા ફાયર વિભાગ, PGVCL, વિજિલન્સ અને સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી હતી જેમાં મજૂરોને પણ સાથે રાખવામાં આવ્યા હતા. 12 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાયા
કુલ 12 જેટલા ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા જે પૈકી રાજકોટના માલવિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 9 જેટલા મંદિરો તોડી પાડવા માટે નક્કી કરવામાં આવ્યું હતું અને આ માટે માલવિયાનગર પોલીસ સ્ટેશન પીઆઇ જે એમ કૈલા, 5 PSI અને 60 પોલીસ કર્મચારીઓન બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો. માલવિયાનગર પોલીસ સ્ટેશનથી તદ્દન નજીક મવડી ચોક પાસે રસ્તા પર કેસરિયા હનુમાન મંદિર આવેલું હોય જેને તોડી પાડવા માટે RMC દ્વારા નોટિસ આપવામાં આવી હતી જો કે આ વાતની જાણ થતા સ્થાનિક લોકો અને યુવાનો મોટી સંખ્યામાં મંદિર ખાતે એકત્રિત થઇ ગયા હતા અને રસ્તા પર રામધૂન બોલાવી હતી. હિન્દુ સમાજની લાગણી દુભાઈ
સતત ચાર કલાક સુધી મંદિર બહાર બેસી રહી બાદમાં ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારી સાથે રૂબરૂ સ્થળ પર ચર્ચા કરી મંદિરથી 500 મીટર દૂર રસ્તામાં દરગાહ આવેલ હોવા છતાં તેને નોટિસ ન આપી હિન્દૂ સમાજની લાગણી દુભાઈ તે પ્રકારનું કામ થઇ રહ્યું છે અમે શરતોમાં બાંધછોડ કરીશુ પરંતુ મંદિર તોડવા દેશું નહિ કહેતા અધિકારીએ સ્થાનિકોને જાતે 48 કલાકમાં મંદિર નાનું કરવા ખાતરી લેવામાં આવી હતી. સ્થાનિક હિતેશભાઈ ડાભીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજકોટમાં અનેક જગ્યાએ ખોટી રીતે કબ્જા કરી લેવામા આવ્યા હોવા છતાં ત્યાં મનપા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અમારું મંદિર રોડથી અંદર છે 45 વર્ષ જૂની આ જગ્યા આસ્થાનું કેન્દ્ર છે છતાં તેને તોડી પાડવામા આવી રહ્યું છે. ચૂંટણી સમયે ભાજપના નેતાઓ હાથ જોડીને મતની ભીખ માંગતા ચૂંટણી પૂર્ણ થઇ છતાં હવે કોઈ જવાબ આપતું નથી. ભાજપના તમામ નેતાને ફોનથી જાણ કરી આ ડિમોલિશન રોકાવવા માટે અપીલ કરી હતી જો કે એક પણ નેતાએ રાજકોટમાં ડિમોલિશન રોકાવવાની હિંમત કરી ન હતી. આ મંદિરો તોડી પડાયા
(1) હનુમાનજીની દેરી — 12 મી. ટી.પી. રોડ
(2) હનુમાનજીની દેરી — અપાર્ટમેન્ટ વાળી શેરી નં.૨, યોગીનગર મેઈન રોડ, દેશા ચૌકી પાસે, રાજકોટ
(3) માપા સાહેબ-મેલડીમાં મંદિર — માયાણી આવાસ યોજનાના બાજુમાં, રાજકોટ
(4) અંબાજી મંદિર - પવળપુર હનુમાન મંદિર — માયાણી આવાસ યોજના, ગોકુલ ગ્રીનલેન્ડ રેસીડન્સી પાસે, રાજકોટ
(5) ઉદ્યાનપાલની મેલડીમાં મંદિર — વિકાસનગર-૩, માયાણી આવાસ યોજનાના બાજુમાં, રાજકોટ
(6) શ્રી હનુમાનજી મંદિર — શ્રીનાથજી કૃપા, વિકાસ વૃંદાવન સાથે, ઉદય નગર-૨, શેરી નં.૧૩, મવડી રાજકોટ
(7) શ્રી કસ્તભંજન હનુમાન મહારાજ મંદિર — ઉદય નગર-૨, શેરી નં.૧૭, મવડી, રાજકોટ
(8) શ્રી કાળીયા હનુમાનજી મંદિર — ભક્તિનંદ એપાર્ટમેન્ટની બાજુમાં, જ્યોતિ કોમ્પલેક્ષની સાથે, ઉદયનગર-૧૯, મવડી મેઈન રોડ, રાજકોટ
(9) શ્રી જય બાલાજી મંદિર — માનસ સ્ક્વેર (જય ભવાની જવેલર્સ), મવડી મેઈન રોડ, રાજકોટ
(10) શ્રી હનુમાનજી મંદિર — માયાણી ચોક, બકુલબેન શાપિંગ સેન્ટર, રાજકોટ
(11) શ્રી હનુમાનજી મંદિર — માયાણી ચોકની બાજુમાં, રાજકોટ
(12) માતાજી મંદિર — આર.એમ.સી. વેસ્ટ ઝોન રોડની બાજુમાં, ચંદ્ર પાર્ક, ચૌરસિયા, નાનામવા, રાજકોટ
Read Original Article →