બાબા બાગેશ્વરમાં ઈશ્વરીય શક્તિ, AI દુઃખ દૂર ન કરી શકે:રાજકોટના આર્ષ વિદ્યામંદિરના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીએ કહ્યું - ધીરેન્દ્ર શાસ્ત્રી અંધશ્રધ્ધા નથી ફેલાવતા, લોકોના દુઃખ દર્દ સમજી દૂર કરે છે

Gujarat6/7/2026, 6:39:02 AM
બાબા બાગેશ્વરમાં ઈશ્વરીય શક્તિ, AI દુઃખ દૂર ન કરી શકે:રાજકોટના આર્ષ વિદ્યામંદિરના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીએ કહ્યું - ધીરેન્દ્ર શાસ્ત્રી અંધશ્રધ્ધા નથી ફેલાવતા, લોકોના દુઃખ દર્દ સમજી દૂર કરે છે
રાજકોટમાં હાલ એક તરફ બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા ચાલી રહી છે ત્યારે બીજી તરફ શહેરના પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે ટાઇપ વન ડાયાબિટીસના બાળકો માટેના કેમ્પ દરમિયાન આર્ષ વિદ્યામંદિરના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીએ બાબામાં ઈશ્વરીય શક્તિ હોવાનું કહ્યું છે. આ સાથે જ કહ્યું કે,AI દુઃખ દૂર નથી કરી શકવાનું પરંતુ ધીરેન્દ્ર શાસ્ત્રી જેવા ઈશ્વરીય કામ કરી લોકોના દુઃખ દર્દ સમજી દૂર કરે છે તો તેમાં ખોટું શું છે. રાજકોટમાં બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા મુદ્દે આર્ષ વિદ્યામંદિરના સ્વામી પરમાત્માનંદજી સરસ્વતીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, બાબા પાસે ઈશ્વરીય શક્તિ છે. બાબાને સભાનતા છે કે આ મારી પાસે જે છે એ મારું નથી. તેમની પાસે જે લક્ષ્મી આવે છે તેનો પણ સદુપયોગ કરે છે. બાબા પાસે એવી કોઈ પ્રેરણા હશે જે બીજાના દુઃખ સમજી શકે છે. ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા મામલે પરમાત્માનંદ સ્વામીએ કહ્યું, રામ મંદિર બનાવવું પણ સહેલું ન હતું, આપણું બંધારણ સેક્યુલર છે.રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે બંધારણીય અડચણો નડતી હોઈ છે. બાબા સનાતનનું જ કામ કરે છે.જ્યારે દક્ષિણ ગુજરાતમાં ધર્માંતરણ મુદ્દે સ્વામીજીએ જણાવ્યું હતું કે, ધર્માંતરણ ન થવું જોઈએ. હેતુ માત્ર ધર્માંતરણનો જ નથી, રાષ્ટ્રપ્રાંતરણનો પણ છે. રાજકોટના જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશનના અપુલ દોશીએ જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર કચ્છમાં 2400 બાળકોને ટાઈપ 1 ડાયાબિટીસ છે. આ સંસ્થામાં નાનામાં નાનું 9 માસનું બાળક છે. 20 થી 25 બાળકોની કીડની ફેલ્યોર છે અને ડાયાલિસિસ છે. અગાઉ 20000 બાળકોએ એક બાળકને ટાઇપ 1 ડાયાબિટીસનો રેશિયો હતો. આજે 1000 એ એક બાળક ટાઇપ 1 ડાયાબિટીસવાળા છે. અમે એક મેટ્રિમોનિયલ ગ્રૂપ ચલાવીએ છીએ. 47 બાળકોને 94 કપલ બનાવ્યા છે. અમારી રાજકોટ મનપા પાસે 1000 ચોરસ મીટર જમીન માંગેલી છે. અમને લીઝ ઉપર આપવા વિનંતી છે. જ્યાં બાળકો માટે એજ્યુકેશન અને રિસર્ચ સેન્ટર બનાવવા માંગીએ છીએ તો જમીનની અરજી તાત્કાલિક મંજૂર કરવામાં આવે.
Read Original Article →