રાજકોટમાં વિદ્યાર્થીઓ માટે સોનેરી તક:R.N. મહેતા કોલેજમાં ડેટા એનાલિટિક્સ અને ટેલી પ્રાઇમની ફ્રી ટ્રેનિંગ; મલ્ટી નેશનલ કંપનીઓમાં મળશે પ્લેસમેન્ટ

Gujarat5/24/2026, 9:31:19 AM
રાજકોટમાં વિદ્યાર્થીઓ માટે સોનેરી તક:R.N. મહેતા કોલેજમાં ડેટા એનાલિટિક્સ અને ટેલી પ્રાઇમની ફ્રી ટ્રેનિંગ; મલ્ટી નેશનલ કંપનીઓમાં મળશે પ્લેસમેન્ટ
રાજકોટમાં વિદ્યાર્થીઓને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીના માપદંડો મુજબ 'ઇન્ડસ્ટ્રી રેડી' બનાવવા અને મલ્ટી નેશનલ કંપનીઓ (MNCs)માં પ્લેસમેન્ટની ઉત્કૃષ્ટ તકો પૂરી પાડવા માટે એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. GTU સંલગ્ન આર. એન. મહેતા કોલેજ દ્વારા 'નિર્માણ ઓર્ગેનાઇઝેશન' તથા 'સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક'ના સહયોગથી વિદ્યાર્થીઓની રોજગારક્ષમતા વધારવા માટે એમઓયુ (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ 12 પાસ તેમજ ડિપ્લોમા અને ડિગ્રી કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને ડેટા એનાલિટિક્સ અને ટેલી પ્રાઇમ જેવા આધુનિક કોર્સની સંપૂર્ણ વિનામૂલ્યે તાલીમ આપવામાં આવશે. આ કોર્ટ 120 કલાકનો હશે, 80 કલાક પ્રેક્ટિકલઃ ડૉ. હિરેન મહેતા કોલેજના સંચાલક ડૉ. હિરેન મહેતાએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં સૌપ્રથમ વખત આ પ્રકારની આધુનિક ડેટા સાયન્સ લેબ અને ટેલી પ્રાઇમ કોર્સ ડેવલપ કરવામાં આવ્યો છે. બીસીએ, કોમર્સ અને મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે આગામી ઓગસ્ટ મહિનાથી ગાંધીગ્રામ વિસ્તારમાં એસ. કે. ચોક ખાતે આવેલી કોલેજ કેમ્પસ પર આ કોર્સ શરૂ થઈ રહ્યો છે. આ આખો કોર્સ 120 કલાકનો રહેશે, જેમાં વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે હેતુથી 80 કલાક પ્રેક્ટિકલ અને 40 કલાક થિયરીનું શિક્ષણ આપવામાં આવશે. તાલીમ માટે સવારે 09:00થી સાંજના 06:00 વાગ્યા સુધી બેચ ચાલશે, જેમાં 20-20 વિદ્યાર્થીઓના ગૃપ (બેચ) તૈયાર કરવામાં આવશે. આ તાલીમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓનું મલ્ટી નેશનલ કંપનીઓમાં તદ્દન ફ્રી પ્લેસમેન્ટ કરાવી આપવામાં આવશે. ગિફ્ટ સિટી અને મેટ્રો સિટીઝમાં કરિયર બનાવવાની તક: વિદ્યાર્થીઓ કોલેજના વિદ્યાર્થીઓમાં આ નિઃશુલ્ક કોર્સને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. BCAની વિદ્યાર્થિની વિધિ લખતરીયા અને પલક ભાલોડિયાએ જણાવ્યું હતું કે, આજના સમયમાં આઈટી (IT) અને બિઝનેસ સેક્ટરમાં આ બંને કોર્સની ભારે ડિમાન્ડ છે. ડેટા સાયન્સમાં પાયથન અને મેથેમેટિક્સ જેવા એડવાન્સ વિષયો શીખવા મળશે, જે આઈટી કંપનીઓમાં જોબ મેળવવા માટે ખૂબ ઉપયોગી છે. જ્યારે વિદ્યાર્થીઓ યશરાજ મક્કા અને પાર્થ રાઠોડે જણાવ્યું કે, રેગ્યુલર બેચલર ડિગ્રીની સાથે જો ડેટા સાયન્સ અને ટેલી પ્રાઇમનું નોલેજ હોય, તો ગાંધીનગરની ગિફ્ટ સિટી ઉપરાંત દેશના મોટા મેટ્રો શહેરોમાં ઇન્ટરનેશનલ કંપનીઓમાં એકાઉન્ટિંગ અને ડેટા એનાલિસિસની પ્રોફાઇલમાં ખૂબ ઊંચા પેકેજ સાથે પ્લેસમેન્ટ મળી શકે છે. આ પ્રોજેક્ટમાં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક દ્વારા મહત્વપૂર્ણ સહયોગ અપાશે આ પહેલ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે કારકિર્દીના નવા દ્વાર ખોલશે અને તેમને ઇન્ડસ્ટ્રી-રેડી બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
Read Original Article →