કુખ્યાત શામજી મકા ગેંગના વધુ બે સાગરીત ઝડપાયા:12 શખસોએ 10 વર્ષમાં હત્યા અને લૂંટ સહિત કુલ 22 ગુના આચર્યા, ગુજસીટોકમાં અત્યાર સુધી 11ની ધરપકડ એક ફરાર

Gujarat6/4/2026, 1:56:21 PM
કુખ્યાત શામજી મકા ગેંગના વધુ બે સાગરીત ઝડપાયા:12 શખસોએ 10 વર્ષમાં હત્યા અને લૂંટ સહિત કુલ 22 ગુના આચર્યા, ગુજસીટોકમાં અત્યાર સુધી 11ની ધરપકડ એક ફરાર
રાજકોટની કુખ્યાત શામજી મકા ગેંગ સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 21.04.2026ના રોજ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શામજી ઉર્ફે શમા મકવાણા સહીત 12 આરોપીઓ વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી પ્રથમ 8 આરોપીની અટકાયત કરી ગત રવિવારના રોજ મુખ્ય આરોપી શામજી ઉર્ફે શમા મકવાણાની ધરપકડ બાદ આજે વધુ બે શખ્સોની ધરપકડ કરી ફરાર એક શખ્સની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ ગેંગ પર છેલ્લા 10 વર્ષમાં હત્યા, હત્યાની કોશિશ, સરકારી અધિકારી કર્મચારીની ફરજ રુકાવટ જેવા ગંભીર કુલ 22 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી રાજકોટ શહેર ક્રાઇમ ACP ભરત બસિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આતંક મચાવનાર કુખ્યાત શામજી ઉર્ફે સમા મકવાણા વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગુનામાં પોલીસે શામજી ઉર્ફે સમા સહિત કુલ 12 આરોપીઓ સામે ગુનો નોંધી પ્રથમ 8 શખ્સોને ઝડપી પાડ્યા બાદ ગત રવિવારના રોજ મુખ્ય આરોપી શામજી ઉર્ફે સમા મકવાણાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જે બાદ આજે વધુ બે આરોપી હરેશ ખીમસુરીયા અને રોહિત ઉર્ફે બાઠીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શામજી ઉર્ફે સમા ગેંગના 12 સભ્યો વિરુદ્ધ છેલ્લા 10 વર્ષમાં કુલ 22 ગુના નોંધાઈ ચુક્યા છે. જેમાં હત્યા, હત્યાની કોશિશ, મારામારી, રાયોટિંગ, સરકારી અધિકારી કર્મચારીની ફરજ રુકાવટ સહિત ગુના નોંધાઈ ચુક્યા છે. વધુ બે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગત 21.04.2026ના રોજ ગુજસીટોક હેઠળ આરોપી દેવશી મકાભાઈ મકવાણા, દિલીપ ઉર્ફે દિલો ચૌહાણ, ચિરાગ ઉર્ફે ભયલુ, કિરણ ખીમસુરીયા, અજય જાદવ, ગૌતમ ઉર્ફે ગોગો બારૈયા, નાગેશ ઉર્ફે લાલો મકવાણા, મેહુલ કનુભાઈ સોલંકીની ધરપકડ કરવામાં આવી હતી જે બાદ મુખ્ય આરોપી શામજી ઉર્ફે સમા મકવાણાની તારીખ 31.05.2026ના રોજ ધરપકડ કરી આજે વધુ બે આરોપી રોહિત ઉર્ફે બાઠી રાઠોડ અને હરેશ ખીમસુરીયાની ધરપકડ કરી ફરાર કેવલ સોંદરવાની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આરોપીઓનો છેલ્લા 10 વર્ષનો ગુનાહિત ઇતિહાસ આરોપી દેવશી મકાભાઈ મકવાણા વિરુધ્ધ 6 ગુના, દિલીપ ઉર્ફે દિલો ચૌહાણ વિરુધ્ધ 8 ગુના, ચિરાગ ઉર્ફે ભયલુ વિરુધ્ધ 4 ગુના, કિરણ ખીમસુરીયા વિરુધ્ધ 2 ગુના, અજય જાદવ વિરૂદ્ધ 4 ગુના, ગૌતમ ઉર્ફે ગોગો બારૈયા વિરુધ્ધ 2 ગુના, નાગેશ ઉર્ફે લાલો મકવાણા વિરુધ્ધ 5 ગુના, મેહુલ કનુભાઈ સોલંકી વિરુધ્ધ 4 ગુના, શામજી ઉર્ફે સમા મકવાણા વિરુધ્ધ 12 ગુના, કેવલ સોંદરવા વિરુધ્ધ 10 ગુના, રોહિત ઉર્ફે બાઠી રાઠોડ વિરુધ્ધ 5 ગુના અને હરેશ ખીમસુરીયા વિરુધ્ધ 4 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજસીટોક કાયદો અમલમાં આવ્યો ત્યારથી આજ દિવસ સુધીમાં રાજકોટ શહેરમાં કુલ 9 ગુના ગુજસીટોક હેઠળ નોંધાયા છે જે પૈકી 7 ગુના છેલ્લા 6 મહિનામાં નોંધાયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત હજુ પણ અન્ય એકથી બે ગેંગ સામે આવનાર સમયમાં દાખલ કરવા માટે તૈયારી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરી દેવામાં આવી છે.
Read Original Article →