RJ આભાએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી:15 વર્ષ રેડિયો જોકી તરીકે લોકોના પ્રશ્નો દૂર કર્યા, હવે વોર્ડ-10માં ઘરે-ઘરે જઈ લોકોને સાંભળીશ

Gujarat4/11/2026, 10:34:28 AM
RJ આભાએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી:15 વર્ષ રેડિયો જોકી તરીકે લોકોના પ્રશ્નો દૂર કર્યા, હવે વોર્ડ-10માં ઘરે-ઘરે જઈ લોકોને સાંભળીશ
રાજકોટમાં કોંગ્રેસે RJ આભાને કોર્પોરેટરની ટિકિટ આપી મોટો રાજકીય દાવ ખેલ્યો છે ત્યારે આજે 11 એપ્રિલે ટેકેદારો સાથે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ સમયે તેમણે જણાવ્યું કે, રેડિયો જોકી તરીકે 15 વર્ષ સુધી લોકોના પ્રશ્નો દૂર કર્યા હવે ઘરે-ઘરે જઈને લોકોને સાંભળીશ. જ્યારે તેમના પ્રશ્નો વડીલો દૂર કરશે. કોંગ્રેસ પક્ષ ઉપર પસંદગી ઉતારવાનું કારણ આપતા કહ્યું કે, કોંગ્રેસે મારા પર ભરોસો કર્યો અને તેથી હું આ પક્ષમાંથી પ્રથમ વખત ચૂંટણી લડી રહી છું. ઘરે-ઘરે જઈને લોકોના દિલની વાત જાણીશ રાજકોટના વોર્ડ-10માં કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા આભા દેસાઈએ જણાવ્યું હતું કે, પ્લેટફોર્મ બદલ્યું છે પરંતુ પરફોર્મન્સ એ જ રહેવાનું છે લોકોના દરવાજે દરવાજે પહોંચવાનું છે. લોકોના પ્રશ્નો જાણી તેમને દૂર કરવા માટેના પ્રયત્નો કરવાના છે. હું મારું કામ કરવાની છું બાકી લોકોના પ્રશ્નો વડીલો સોલ્વ કરી દેશે. રેડિયો જોકી તરીકે 15 વર્ષ સુધી લોકો સાથે કનેક્ટર રહીને તેમના પ્રશ્નો જાણી દૂર કર્યા છે. અહીં હું નવી છું ત્યારે ઘરે-ઘરે જઈને લોકોના દિલની વાત જાણીશ અને મને પૂરો ભરોસો છે કે લોકો મારા ઉપર વિશ્વાસ મૂકશે અને જીતાડશે. મારો સ્વભાવ અહીં હું એક્સપ્રેસ કરી શકીશ તેમણે જણાવ્યું કે, મેં રેડિયો છોડ્યો પરંતુ મારી અંદર લોકો રહી ગયા. રેડિયો એક પ્રાઇવેટ કંપની હોય છે આમ છતાં પણ મેં લોકોની વચ્ચે અને લોકોની સાથે રહેવાનો રસ્તો કાઢી લીધો હતો. હવે કોઈ પણ જાતની બાઉન્ડ્રી વિના સરસ રીતે કામ કરી શકીશ. મારી પહેલી ઈચ્છા એ છે કે, લોકો મારા સુધી પહોંચે અને હું લોકો સુધી પહોંચું. કોંગ્રેસને પસંદ કરવાનું કારણ આપતા કહ્યું કે કોંગ્રેસે મારા ઉપર ભરોસો કર્યો. મને અહીં કામ કરવાનો બહોળો અનુભવ મળશે. મારો સ્વભાવ અહીં હું એક્સપ્રેસ કરી શકીશ. એટલું જ કહેવા માગીશ કે તમે મતદાન કરો.
Read Original Article →