6.48 લાખના 37 મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા:કોઠારિયા સોલવંટ નજીક રીક્ષામાં ચોરી કરતી ગેંગ ત્રાટકી, યુવાનને બેસાડી પાકીટ સેરવી લીધું, ત્રણની ધરપકડ
મૂળ યુપીના અને હાલ રાજકોટના કોઠારીયા સોલવંટ ખાતે સોમનાથ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં એ ડી એન્જીનીયરીંગ કારખાનામાં રહેતા મોનુ સાહુ (ઉ.વ.25)એ જણાવ્યું હતું કે, ગઈ તા. 29 એપ્રિલના તે અન્ય બે મિત્રો સાથે શાપર નવા કપડાની ખરીદી કરવા માટે જવા સાંજના સોલવંટ ફાટક ખાતેથી ઓટો રિક્ષામા બેઠા હતા. જે રિક્ષામાં પાછળની શીટ પર એક વ્યક્તિ અગાઉથી બેઠો હતો. તે ઉલટી-ઉબકા કરવા લાગ્યો હતો. બાદ શિવ હોટલ પાસે પહોંચતા ચાલકે રીક્ષા ઉભી રાખી તમામને ઉતરી જવાનું કહ્યું હતું. બાદ યુવાને ખિસ્સા તપાસતા પેન્ટના પાછળના ખીસ્સામા રાખેલ પાકીટ મળી આવ્યું નહીં. જેથી પાકીટ અને તેમાં રાખેલી રોકડ રૂ.3 હજાર અને યુવાનના જરૂરી ડોક્યુમેન્ટ રિક્ષામાં બેઠેલ શખ્સેં ચોરી લીધાની જાણ થઇ હતી. યુવાનની ફરિયાદ પરથી ગુનો નોંધી આજીડેમ પોલીસ ટીમે રીક્ષા ગેંગના સાગરીત સંજય વિઠ્ઠલભાઈ પરમાર, રણજિત રાજુ કુંવરીયા અને અરવિંદ રાજુ કુંવરીયાની ધરપકડ કરી રોકડ ભરેલું પાકીટ રીકવર કર્યું હતું. રેસ્ટોરન્ટ સંચાલક, વેપારી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા ઝડપાયા
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પર્ણકુટીર પોલીસ ચોકીની બાજુમાં ટાગોર ગ્રાઉન્ડમાં બે શખ્સો પોતાના મોબાઈલમાં ઓનલાઈન જુગાર રમે છે, તેવી બાતમીના આધારે દરોડો પાડી બંને શખસોની અટકાયત કરી નામ પૂછતા જય સુદાણી (ઉ.વ.26) અને હિરેન ભંડેરી (ઉ.વ.26) હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંનેના મોબાઈલ ચેક કરતાં તેમાં WORLD777 નામની ક્રિકેટ આઈ.ડી. જોવા મળી હતી. જેમાં IPLની મુંબઈ અને કોલકાતા વચ્ચેની મેચમાં જુગાર રમતા હોવાનું ખુલતાં બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જયારે PCB દ્વારા પેટ્રીયા સ્યુટસ હોટલની સામે રોડ ઉપર એક શખ્સ પોતાના મોબાઈલમાં ઓનલાઈન આઈડી વડે જુગાર રમતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી તેની અટકાયત કરી હતી. જેની પૂછપરછ કરતા મોહિત વરુ (ઉ.વ.38) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેનો મોબાઈલ ચેક કરતા તેમાં એમઆરએમ 777 નામની આઇડીમાં IPLની કોલકત્તા અને મુંબઈ વચ્ચેની મેચમાં ક્રિકેટ સટ્ટો રમતો હોવાનું ખુલતા તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 6.48 લાખના 37 મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા
ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અનેક અરજદારોના મોબાઈલ ફોન ગુમ કે ચોરી થયા હોવાની ફરિયાદો મળી હતી. આ મામલે પીઆઈ જે.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ સોર્સ અને ‘CEIR" પોર્ટલનો ઉપયોગ કરી સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. જેના પરિણામે ગુમ થયેલા મોબાઈલ ફોનને ટ્રેસ કરી શોધી કાઢવામાં સફળતા મળી છે અને આ કામગીરી દરમિયાન કુલ 37 મોબાઈલ રિકવર કરવામાં આવ્યા છે. જેની અંદાજિત કિંમત રૂ.6,48,750 થાય છે. જે તમામ મોબાઈલ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમમાં પીઆઈ જે.ડી. પરમારના હસ્તે તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા. જાહેરમાં બિભત્સ ચેનચાળા કરતી બે મહિલા પકડાઈ ઢેબર રોડ પર એસટી બસ સ્ટેન્ડની સામે બે મહિલાઓ પુરુષો સામે જાહેરમાં બિભસ્ત ઇશારા કરી ચેનચાળા કરતી હતી. આથી આસપાસના લોકોએ પોલીસને જાણ કરતા એ ડિવિઝન પોલીસે બંને મહિલાઓની અટકાયત કરી હતી. બંનેની પૂછપરછ કરતા પોતાના નામ શીતલ શ્રીમાળી (ઉં.વ.25) અને મિતલ ચૌહાણ (ઉં.વ.20) જણાવ્યું હતું. હાલ પોલીસે બંને મહિલાઓ સામે BNSની કલમ 110,117 હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →