રાજકોટમાં મે માસમાં 13,935 મિલ્કતોનું વેચાણ:શહેર - જિલ્લામાં દસ્તાવેજ નોંધણી થકી રૂ.87.26 કરોડની આવક, મિલકત વેચાણમાં 115 નો ઘટાડો
રાજકોટ શહેર અને જીલ્લામાં ગત મે 2026માં 13,935 મિલ્કતોનું વેચાણ થતા તેના દસ્તાવેજોના રજીસ્ટ્રેશન સબ રજીસ્ટ્રાર કચેરીમાં થયા છે. આ દસ્તાવેજોની ફી અને સ્ટેમ્પ ડયુટી થકી રાજય સરકારને રૂ.87.26 કરોડની આવક થઈ છે. જોકે ગત માસની તુલનામાં મિલકતના વેચાણમાં 115 નો ઘટાડો થયો છે. મળતી માહિતી મુજબ, રાજકોટ શહેર અને જિલ્લામાં ગત એપ્રિલ માસમાં 14,050 મિલ્કતોનું વેચાણ થયુ હતુ. એપ્રીલ માસમાં મિલ્કતોના દસ્તાવેજોની ફી અને સ્ટેમ્પ ડયુટીની સરકારને રૂ.85.83 કરોડની આવક થવા પામી હતી. આમ ગત એપ્રીલ માસની સરખામણીમાં દસ્તાવેજ નોંધણીની આવકમાં 1.43 કરોડનો ઘટાડો ગત માસે થયો છે. રાજકોટનો મોરબી રોડ વિસ્તાર મિલ્કતોના ખરીદ વેચાણમાં ફરી એક વખત એવરગ્રીન રહ્યો છે. મોરબી રોડ વિસ્તારમાં સૌથી વધુ 1,720 મિલ્કતોનું વેચાણ થયું છે. જયારે મવા વિસ્તારમાં 784, મવડી વિસ્તારમાં 1442, કોઠારીયામાં 894, રાજકોટ રૂરલમાં 882, રતનપર વિસ્તારમાં 1180, રાજકોટ-1માં 827, રૈયા વિસ્તારમાં 1032 મિલ્ક્તોનું વેચાણ થયું છે. જયારે જીલ્લામાં લોધીકા તાલુકામાં 852, કોટડાસાંગાણી તાલુકામાં 466, જસદણ તાલુકામાં 500, જેતપુર તાલુકામાં 745, ઉપલેટા તાલુકામાં 510, ધોરાજીમાં 337, ગોંડલમાં 1248, પડધરી તાલુકામાં 281, જામકંડોરણા તાલુકામાં 126 અને વીંછીયા તાલુકામાં 109 મિલ્કતો મળી જીલ્લામાં 13,935 મિલ્કતોનું વેચાણ થયું છે.
Read Original Article →