રાજકોટ ગ્રામ્ય પોલીસે વ્યાજખોર પાસેથી એક કરોડનો મુદામાલ પરત અપાવ્યો:આરોપી 3થી 10% રૂપિયા વ્યાજે આપી ઘરેણાં, મકાનના દસ્તાવેજ, વાહનની RC બુક અને કોરા ચેક પડાવી લીધા હતા

Gujarat5/27/2026, 8:17:22 AM
રાજકોટ ગ્રામ્ય પોલીસે વ્યાજખોર પાસેથી એક કરોડનો મુદામાલ પરત અપાવ્યો:આરોપી 3થી 10% રૂપિયા વ્યાજે આપી ઘરેણાં, મકાનના દસ્તાવેજ, વાહનની RC બુક અને કોરા ચેક પડાવી લીધા હતા
• આરોપી જામીન પર મુક્ત થતા ભોગબનનારને સ્વૈચ્છિક પરત આપ્યું રાજકોટ જિલ્લામાં સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે ગોંડલ તાલુકા ભાજપના લઘુમતી મોરચાના પ્રમુખ અસ્ફાક મેમણ અને હનીફ ઉર્ફે કાળુ સલાટ સામે વ્યાજખોરી કરવા બદલ ગુનો નોંધી પ્રથમ અસ્ફાક પાસેથી 136 પરિવારોને તેમના 375 ચેક પરત અપાવ્યા બાદ આજ રોજ આરોપી હનીફ ઉર્ફે કાળુ જામીન પર મુક્ત થતા તેની પાસેથી 23 પરિવારોને તેમના 30 લાખના સોના-ચાંદીના ઘરેણાં, 20 આરસી બુક, 31 ચેક, બે વાહન, રોકડ રકમ તેમજ મકાનના દસ્તાવેજો મળી કુલ 1 કરોડ રૂપિયાનો મુદામાલ પરત આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આરોપી દ્વારા ભોગબનનાર લોકો પાસેથી કોરા ચેક તેમજ સ્ટેમ્પ પેપર ઉપર પણ પરિવારના લોકોની સહી લઇ લેવામાં આવતા હોવાનું સામે આવ્યું છે જેમે તે પછી વધુ કિંમત દર્શાવી પોતાની જાતે લખાણ લખી લઇ ભોગબનનાર વિરુધ્ધ ખોટી ફરિયાદ કરવામાં આવતી હતી. રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું હતું કે, સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે થોડા દિવસ પહેલા બે વ્યાજખોર અસ્ફાક મેમણ અને હનીફ ઉર્ફે કાળુ સલાટ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રથમ આરોપીની ધરપકડ કરી અસ્ફાકના ઘરે તેમજ ઓફિસમાં સર્ચ કરતા તેના કબ્જામાંથી 375 ચેક મળી આવ્યા હતા જે 136 લોકોના હોવાનું સામે આવ્યું હતું. પોલીસ દ્વારા તમામ 136 લોકોનો સંપર્ક કરી 375 ચેક પરત અપાવવામાં આવ્યા હતા. જયારે આજે આરોપી હનીફ ઉર્ફે કાળુ સલાટ જામીન પર મુક્ત થતા પોતે પણ ભોગબનનાર લોકોને મુદામાલ પરત કરવા નિર્ણય કર્યો છે. આજે આરોપી હનીફ ઉર્ફે કાળુ સલાટ દ્વારા 23 પરિવારોને તેમના સોના ચાંદીના ઘરેણાં, બે સ્વીફ્ટ કાર, વાહનોની RC બુક, કોરા તેમજ કિંમત લખેલા ચેક, મકાનના દસ્તાવેજ પરત આપવામાં આવ્યા છે જેમાં 21 લાખના સોના ચાંદીના ઘરેણાં, 30 લાખની કિંમતના વાહનોની RC બુક, 20 લાખની ઉધાર રકમના 23 ચેક તેમજ 5 લાખની કિંમતના અન્ય લખેલા ચેક, એક વ્યક્તિના 1.25 લાખ રોકડ રકમ પરત કરાવેલ છે અને 30 લાખની કિંમતના બે મકાનના દસ્તાવેજ પરત અપાવ્યા છે. આરોપીઓ દ્વારા કોરા ચેકમાં બેઠી ત્રણ ગણી કિંમત ભરી નેગોશિએબલ માટે ખોટા કેસ કરી નાના માણસોને હેરાન કરતા હતા. આ ઉપરાંત આરોપી દ્વારા 3થી 10% સુધી વ્યાજ વસુલવામાં આવતું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. વ્યાજખોરી સામે કડક કાર્યવાહી કરતા જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ લોકોને ખાસ અપીલ કરી હતી કે, લોકો ક્યારે પણ કોઈ વ્યકતિને કોરા ચેક આપવા ન જોઈએ કારણ કે કોરા ચેકનો દુરુપયોગ કરી ખોટી રીતે પરેશાન કરવામાં આવી શકે છે અને ખોટી ફરિયાદ પણ કરી શકે છે માટે કોઈને કોરા ચેક ન આપવા અને વ્યાજખોરો પરેશાન કરતા હોય અથવા ધાક ધમકી આપતા હોય તો સીધા પોલીસ સ્ટેશન, અથવા SP ઓફિસ રૂબરૂ જિલ્લા પોલીસ વડા તેમજ DYSP કક્ષાના અધિકારીને રજુઆત કરી શકે છે. આ માટે નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે અને સીધો સંપર્ક આ નંબર પર કરવા જાણ કરવામાં આવી છે. (1) વિજયસિંહ ગુર્જર જિલ્લા પોલીસ વડા મોબાઈલ નંબર 9978405080 (2) સિમરન ભારદ્વાજ ASP ધોરાજી મોબાઈલ નંબર 9213000434 (3) નવીન રેપુડી ASP જસદણ મોબાઈલ નંબર 9494965259 (4) કે જી ઝાલા DYSP ગોંડલ મોબાઈલ નંબર 9978407095 (5) આર એ ડોડીયા DYSP જેતપુર મોબાઈલ નંબર 9978408188
Read Original Article →