ઓપરેશન ડેલ્ટા હંટ અંતર્ગત રાજકોટમાં 31 શકમંદો મળી આવ્યા:પોલીસની અલગ-અલગ 25 ટીમોએ મોડી રાતથી સવાર સુધી 450 લોકોને સર્ચ કર્યા

Gujarat6/3/2026, 4:06:41 PM
ઓપરેશન ડેલ્ટા હંટ અંતર્ગત રાજકોટમાં 31 શકમંદો મળી આવ્યા:પોલીસની અલગ-અલગ 25 ટીમોએ મોડી રાતથી સવાર સુધી 450 લોકોને સર્ચ કર્યા
ગૃહ વિભાગની સૂચના મુજબ ઓપરેશન ડેલ્ટા હંટ અંતર્ગત રાજકોટ શહેર પોલીસની અલગ-અલગ 25 ટીમો દ્વારા ગઈકાલે રાત્રીના 1 વાગ્યાથી વહેલી સવાર સુધી ગૃહ વિભાગ તરફથી મળેલી યાદી મુજબ કુલ 450 જેટલા લોકોને સર્ચ કરવામાં આવ્યા હતા જે પૈકી 31 જેટલા શકમંદોની પુછપરછ કરવામાં આવી રહી છે જે પૈકી 5 શખ્સો બાંગ્લાદેશી હોવાનું અને એજન્ટ મારફત જુદા જુદા સમયે ભારતમાં પ્રવેશ કર્યો હોવાનું સામે આવતા તેમની સામે ડિપોર્ટ માટે કાર્યવાહી કરી એજન્ટ સામે પણ તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 31 પૈકી 26 લોકો આધાર પુરાવા તપાસવા માટે તેમજ તેમની પણ પૂછપરછ હાલમાં ચાલુ છે. જેમની પાસે વિઝા કે અન્ય જરૂરી ડોક્યુમેન્ટ નહિ મળી આવે તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં છેલ્લા એક વર્ષ દરમિયાન કુલ 43 બાંગ્લાદેશી નાગરિકો જેમાં 34 મહિલા, 6 પુરુષ અને 3 બાળકોનો સમાવેશ થાય છે. કુવાડવા રોડ પરથી ગાંજાના જથ્થા સાથે બે પેડલર ઝડપાયા રાજકોટ શહેર SOG પોલીસ ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન કુવાડવા રોડ પર ડી માર્ટ નજીક જય હિન્દ મોટરના સામેના ભાગે જાહેર રોડ પરથી રૂ.73,400ની કિંમતના 1.468 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે આકાશ ઉર્ફે યોગેશ દશરથભાઈ દેસાણી (ઉ.વ.32) અને પિયુષકુમાર શૈલેન્દ્રસિંગ (ઉ.વ.19)ની ધરપકડ કરી ગાંજો, મોબાઈલ સહિત કુલ રૂ.83,400નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં બંને આરોપીઓની મુલાકાત વર્ષ 2023માં જૂનાગઢના એક આશ્રમમાં થઈ હતી જ્યાં મળ્યા બાદ બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી અને ત્યારબાદ બંને શખ્સોએ ગાંજાનો વેપલો કરવાનું નક્કી કર્યું હતું. તેઓ સંતરામપુરના ફતેપુરા ગામેથી ગાંજાનો જથ્થો રૂ.10 હજારમાં ખરીદી કરી ગ્રીનલેન્ડ ચોકડી ખાતે ઉતર્યા હતા. જ્યાં પહોંચતાની સાથે જ SOGની ટીમ ત્રાટકી હતી અને બંને શખ્સોને દબોચી લીધા હતા. પોલીસ પૂછપરછમાં બંને શખ્સો બીજીવાર ગાંજાની ખેપ મારીને આવ્યા હોવાનું તથા ગાંજાનો જથ્થો જુનાગઢના આશ્રમમાં આપવાનું રટણ શરૂ કર્યું હતું જો કે તે વાતમાં કેટલું તથ્ય છે તે જાણવા આગળની તપાસ બી ડિવિઝન પોલીસ ચલાવી રહી છે. મસાજ કરવા ઘરે આવતો શખ્સ જ રૂ.1.20 લાખ ચોરી કરી ગયો ’તો રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ ચોક્કસ બાતમીના આધારે તસ્કર વિદીત રાજેશ સાયેલા (ઉ.વ.32) ને ચોરી કરેલ રોકડ રકમ તથા ગુન્હામાં ઉપયોગ કરેલ બાઈક મળી કુલ રૂ.1.46 લાખના મુદામાલ સાથે માધાપર ચોકડીથી મોરબી બાયપાસ તરફ જતા પુલ પાસે સર્વિસ રોડ પર પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપી વિદિતને મસાજ કરાવવું હોય પરંતુ તે સ્પામાં જતા ડરતો હતો. જેથી તે ઘરઘરાવ સ્પાની શોધમાં હતો. આ દરમિયાન તેને તિરુપતિ નગરમાં રહેતી યુવતીનો સંપર્ક કર્યો હતો જ્યાં અગાઉ બે વખત ત્યાં તે સ્પા મસાજ પણ કરી આવ્યો હતો જે બાદ ગઈ તા.31ના તે સ્પા માટે ત્યાં ગયો ત્યારે મકાનને તાળું મારેલું હતું અને ચાવી બાજુમાં પડેલ હતી જેથી તેને તે ચાવીથી તાળું ખોલી અંદર પ્રવેશ કરતા યુવતીએ સ્પામાં કામ કરી ભેગા કરેલ રૂપિયા 1.20 લાખ જોતા જ તેની નિયત બગડી હતી અને તે રૂપિયાની ચોરી કરી નાસી છૂટ્યો હતો. પકડાયેલા આરોપી ગોંડલ ચોકડી પાસે આવેલ મહેન્દ્રના શોરૂમમાં મિકેનિક તરીકે કામ કરતો હોવાનું સામે આવ્યું છે. કોઠારીયા સોલ્વન્ટમાં ડેલો માથે પડતા દોઢ વર્ષના બાળકનું મોત ગોંડલ હાઇવે પર કોઠારીયા સોલવન્ટમાં આવેલ સીતારામ સોસાયટીમાં ડેલો માથે પડતા દોઢ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. સીતારામ સોસાયટીમાં રહેતા અને મજૂરી કરતા સુખરામભાઇ મેડાનો દોઢ વર્ષનો પુત્ર મયુર ગઈકાલે સાંજે ઘરે ફળિયામાં રમતો હતો જ્યાં લોખંડનો ડેલો માથે પડતા ગંભીર ઈજા થઈ હતી જેથી તેને તત્કાલ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પણ બાળકે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. હાલ બનાવ અંગે જાણ થતા આજીડેમ પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
Read Original Article →