રાજકોટ એસટી વિભાગને 5 નવી વોલ્વો બસ મળી:3 બસ ભુજ - 2 વડોદરા રૂટ પર દોડશે, મંગળવારે મેયરના હસ્તે નવી બસોને ફ્લેગ ઓફ અપાશે

Gujarat6/8/2026, 12:10:12 PM
રાજકોટ એસટી વિભાગને 5 નવી વોલ્વો બસ મળી:3 બસ ભુજ - 2 વડોદરા રૂટ પર દોડશે, મંગળવારે મેયરના હસ્તે નવી બસોને ફ્લેગ ઓફ અપાશે
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજકોટ એસટી વિભાગને 5 નવી વોલ્વો બસ ફાળવવામાં આવી છે. જેમાંથી 3 બસ ભુજ તો 2 બસ વડોદરા રૂટ પર દોડશે. જેનું ફ્લેગ ઓફ તા.9 જૂનના મંગળવારે મનપાના નવનિયુક્ત મેયરના હસ્તે થશે. હાલ રાજકોટ એસટી વિભાગમાં 17 વોલ્વો, 20 એસી લક્ઝરી અને 20 ઇલેક્ટ્રિક એસી બસ દોડી રહી છે ત્યારે ટૂંક સમયમાં 6 નવી બસો મળતા તે સ્ટેચ્યુ ઓફ યુનિટી, મોરબી, જામનગર અને દાહોદ રૂટ પર દોડશે. મુસાફરોની માંગણીને ધ્યાને લઈ ગત અઠવાડિયે રાજકોટ એસ.ટી. વિભાગને 2 વોલ્વો ફાળવવામાં આવી હતી. જે રાજકોટ- બરોડા રૂટ હાલ દોડી રહી છે. આ ઉપરાંત આજે 8 જૂને અન્ય 5 નવી વોલ્વો બસ ફાળવવામાં આવી છે. જેમાંથી 2 બસ રાજકોટ – બરોડા તેમજ 3 બસ રાજકોટ - ભુજ રુટ પર દોડશે. જેનું ફ્લેગ ઓફ તા.9 જૂનના રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર નેહલ શુક્લના હસ્તે સવારે 11 વાગ્યે કરવામાં આવશે. આ સાથે જ ટૂંક સમયમાં 6 નવા એસી વાહનો પણ રાજકોટ વિભાગને મળનાર છે. જે સ્ટેચ્યુ ઓફ યુનિટી, મોરબી-જામનગર તેમજ દાહોદ રુટ ઉપર શરૂ કરવામાં આવશે. હાલ રાજકોટ - અમદાવાદ દર કલાકે, રાજકોટ - બરોડા દર દોઢ કલાકે અને રાજકોટ - ભુજ પિક અવર્સ દરમ્યાન દર કલાકે વોલ્વો એસી સર્વિસ મળી રહે છે. જેથી મુસાફરોની સગવડતામાં વધારો થયો છે. હાલ રાજકોટ વિભાગ દ્વારા 17 વોલ્વો બસ રાજકોટ થી અમદાવાદ, વડોદરા, ભુજ, ગાંધીનગર તથા નાથદ્વારા રૂટ પર સંચાલન કરવામાં આવી રહેલ છે. આ ઉપરાંત 20 એ.સી. લક્ઝરી બસ ભાવનગર, ઉના, દીવ, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા, અમરેલી, મહુવા, ભુજ, મુન્દ્રા તેમજ જુનાગઢ રૂટ પર સંચાલિત કરવામાં આવે છે તેમજ 20 એ.સી. ઇલેક્ટ્રિક બસ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ, મોરબી, જુનાગઢ અને જામનગર જેવા વિવિધ રૂટો પર સંચાલન કરવામાં આવી રહી છે. નવી શરૂ થનારી વોલ્વો બસની વિગતો રૂટ - ઉપડવાનો સમય - પહોંચવાનો સમય - ભાડું રાજકોટ—બરોડા - 08.00 - 14.00 - રૂ.803 રાજકોટ—બરોડા - 11.00- 17.00 - રૂ.803 રાજકોટ—ભુજ - 6.15 - 11.45 - રૂ.715 રાજકોટ—ભુજ - 11.30 - 17.00 - રૂ.715 રાજકોટ—ભુજ - 16.00 -21.30 -રૂ.715
Read Original Article →